બોડેલી અને સંખેડાના ખેડૂતોએ પાકના મૂલ્ય પર વટાવ,તોલાઈ ફી અને પ્રતિ કેરેટ મજૂરી વસુલવાના નિયમને લઈ વિરોધ નોંધાવ્યો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી અને સંખેડાના ખેડૂતોએ ગત ૧૧ મી માર્ચના રોજ વેપારીઓ ઘ્વારા પાકના મૂલ્ય પર વટાવ ૨%,તોલાઈ ફી અને પ્રતિ કેરેટ મજૂરી વસુલવામાં આવી રહી રહી છે જે એપીએમસીના કાયદા વિરુદ્ધ છે સમગ્ર ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાને બાદ કરતા ખેડૂતો પાસેથી પાક પર વટાવ,મજૂરી કે તોલાય ફી વસુલવામાં આવતી નથી વેપારીઓ ઘ્વારા ખેડૂતો પાસેથી વસુલવામાં આવતો વટાવ અને મજૂરી ગેરકાયદેસર છે તેવું આવેદનપત્ર બોડેલી એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ અને સેક્રેટરી અજિતભાઈને આપ્યું હતું.જે અંતર્ગત ખેડૂતો અને વેપારીઓ સાથે સમન્વય બેઠક બપોરના સમયે બોડેલી એપીએમસી ખાતે ગોઠવવામાં આવી હતી.ખેડૂતો અને વેપારીઓ વચ્ચેની ૨ કલાક ચાલેલી બેઠકમાં વેપારીઓ તરફથી વટાવ,મજૂરી અને તોલાય ફી અંગે કોઈ નિષ્કર્ષ ન નીકળતા આખરી નિર્ણય બોડેલી એપીએમસીના સેક્રેટરી અજિતભાઇ ભગતે આવેલ તમામ વેપારીઓને ગુજરાત એપીએમસી એક્ટના કાયદા મુજબ સૂચના આપી હતી કે ખેડૂતોના પાકના મૂલ્ય પર કોઈ પણ પ્રકારનો વટાવ,મજૂરી કે તોલાય ફી લેવી ગેરકાયદેસર છે હવે પછી કોઈ પણ ખેડૂત પાસેથી વટાવ,મજૂરી કે તોલાય ફી લેવામાં આવશે તેવું લેખિતમાં વેપારીઓએ બોડેલી એપીએમસીને આપવું પડશે. વેપારીઓએ આ બાબતે બે દિવસમાં પોતાનો જવાબ રજુ કરવાનો રહેશે.આમ બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વટાવ,મજૂરી અને તોલાય ફી અંગે સમન્વય બેઠકમાં કોઈ નિષ્કર્ષ ન નીકળતા આગામી સમયમાં ખેડૂતો શું પગલાં ભરશે તે જોવું રહ્યું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here