શહેરા તાલુકાના ધમાઈ ગામની ગ્રામ પંચાયત કચેરી ચાર વર્ષથી જર્જરીત હાલતમાં…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

શહેરાના ધમાઈ  ગામની ગ્રામ પંચાયત કચેરી ચાર વર્ષ થી  જજરીત હાલતમા  છે,   અવાર નવાર  છતમાથી  પોપડા પણ ખરી  પડે છે જેને લઈને  કચેરી ખાતે કામઅર્થે આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામ પંચાયત ઘર નવીન બનાવામા આવે તે માટે સરપંચ સહિતનાઓ એ  તાલુકા પંચાયત કચેરી તેમજ  સબંધિત તંત્ર ને અનેક રજૂઆત  કરાઈ છે..

શહેરા તાલુકા ના ધમાઈ ગામ ની ગ્રામ પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી ચાર વર્ષ થી જજરીત હાલત મા છે પંચાયત ઘર નવીન બને તે માટે  તલાટી અને ગામ ના અગ્રણીઓ એ તાલુકા પંચાયત કચેરી  એ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે ગામ ના અગ્રણીઓ એ ધારાસભ્ય ને પણ ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે રજૂઆત કરી હતી.ગ્રામ પંચાયત મકાનના છત ના ભાગ પર પ્લાસ્ટર નીકળી જતા કાટ ખાઈ  ગયેલા સળીયા દેખાઈ  રહયા છે તેના કારણે સ્લેબ વધુ જોખમી બની રહયો છે,  છત પરથી અવાર નવાર પોપડા પણ પડી રહયા છે ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી  સહિત નો સ્ટાફ હાલ ભય ના ઓથાર તળે તેમની ફરજ નિભાવી રહયા છે  પંચાયત ઘર જજરીત હાલત મા હોવા સાથે  છત નો સ્લેબ પણ જોખમી બનતો જઇ રહયો હોવા છતાં તાલુકા પંચાયત સહિતની સબંધિત કચેરી એ અનેક રજૂઆત કરવા છતા તેમનુ પેટ નુ પાણી કેમ હલતુ નથી. તલાટી  બીજુ મકાનના હોવાથી ના છૂટકે  પંચાયત ઘર ખાતે બેસી ને ગામ ના અરજદારો નુ કામગીરી કરી રહયા છે પંચાયત ઘર ખાતે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે ? કે પછી ઘોડા વછૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવી પરંપરાનુ પુનરાવર્તન થશે ? આ જજરીત ગ્રામ પંચાયત કચેરી ના મકાન ને તોડી પાડી ને નવું મકાન બનાવવા માટે તાલુકા પંચાયત સહિત ની કચેરી દ્વારા વહેલામા વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ  કદમ ઉઠાવવામા આવે તે અત્યંત આવશ્યક છે.

ગ્રામ પંચાયત જજરીત હાલતમા છે.ચોમાસામા કચેરી ના છત પરથી પાણી પણ ટપકતુ હોય છે તેના કારણે જરૂરી દસ્તાવેજો પલળી  જવાની ભીતિ રહે છે જ્યારે ગ્રામ  પંચાયત ખાતે કામઅર્થે આવતા લોકો ને પણ આના કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે  ત્યારે અહી કોઈ અણ બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથધરે તેવી ગ્રામજનો માથી માંગ ઉઠી છે.

બી કે સેલોત તલાટી ગ્રામ પંચાયત ધમાઈ . . .

ગ્રામ પંચાયત કચેરી જજરીત હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે અમે રજૂઆત કરી છે કાટ ખાઈ ગયેલા સળિયા પણ છત ની  બાર દેખાઈ રહયા છે બીજી જગ્યા બેસવા માટે ના હોવાથી ના છૂટકે અહી બેસી ને કામ કરૂ છુ અમુક વખતે કામ કરી રહ્યા હોય ત્યારે છત પરથી પોપડા પણ પડતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here