બોડેલીમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનુલક્ષીને વિશાળ બાઈક રેલી યોજાઇ…૬૦૦ થી પણ વધુ રામભક્તો ભવ્ય રેલીમાં જોડાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજૅ બોડેલી ના અલીખેરવા જલારામ મંદિર થી સનાતન ધાર્મિઓ દ્વારા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬૦૦ થી વધુ ભક્તો બાઈક રેલી માં જોડાયા હતા.
૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે રામલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા આનંદ મહોત્સવ નિમિતે સમગ્ર ભારત દેશ માં ઉજવણી ચાલી રહી છે તે ઉજવણી ના ભાગ રૂપે આજૅ બોડેલી માં પણ રામ ભક્તો માં ઉમળકો છલકાવા માંડ્યો છે.તા ૧૭ થી ૨૨ જાન્યુઆરી સુધી બોડેલી માં વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજૅ વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ, હિન્દૂ જાગરણ મંચ તેમજ વિવિધ સંધ તેમજ હિન્દૂ સંગઠન દ્વાર બોડેલી બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલી ના અલીખેરવા ના હાલોલ રોડ પર આવેલ જલારામ મંદિરે થી ડીજે સાથે ભવ્ય બાઈક રેલી બોડેલી, અલીખેરવા, ઢોકલીયા, ચાચક ના વિસ્તાર ના રાજ માર્ગ પર ફરી જલારામ મંદિર પરત ફરી હતી.આ રેલીમાં સંઘ તથા વિવિધ ક્ષેત્ર ના કાર્યકર્તા બંધુઓ ખૂબ મોટી માત્રામાં જોડાયા હતા. વિવિધ સંગઠનોના નવયુવાનોની સાથે સાથે માતૃશક્તિની બહેનો પણ મોટી માત્રા માં ઉપસ્થિત રહી હતી.જેમાં ૬૦૦ થી વધુ ભક્તો જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દીપક વ્રજવાસી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રેલી માં જોડાયા હતા.જય શ્રી રામ ના નારા સાથે નીકળેલી બોડેલી પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત કરી દેવામાં આવ્યું હતો બાઈક રેલી નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here