બોડેલીમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ગત રાત્રે થી આજ સવાર સુધી વરસાદ વરસતા બોડેલી નગર ના નિશાન વાળા વિસ્તારમાં કમર સમા પાણી ભરાયા અને ઓરસંગ બે કાંઠે વાત કરીએ તો ઢોકલીયા વિસ્તારમાં રજા નગર વર્ધમાન નગર દિવાન ફળિયા તેમજ કમર સમા ના પાણી ભરાતા દિવાન ફળિયાના તેમજ રજા નગરના રહેશો નો જીવતાડવે ચોંટી ગયો હતો બોડેલીના હરખલી કોતરમાં પણ પાણી આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અલીપુરામાં આવેલ ગોપાલ ટોકીઝ પાસે તેમજ નવીનગરી માં પણ ઘૂંટણ સમાના પાણી ભરાયા હતા બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ઢોકલીયા સરપંચ મહેશ બારીયા તેમજ ઢોકલીયા તલાટી ક્રમ મંત્રી એન આર રાઠવા ચાલુ વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં મુલાકાત લીધી હતી તેમજ આશરે ચાલીસ જેટલા મકાનમાં પાણી ભરાતા આ મકાન માલિકોને તલાટી સાહેબ દ્વારા તેમજ સરપંચ દ્વારા સાવચેતી કરવામાં આવી હતી અને સરપંચ અને તલાટી સાહેબ દ્વારા ઢોકલીયા માં આવેલ પ્રાથમિક શાળામાં જે ઘરોમાં પાણી ભરાયા હતા તેમને આશરો આપવામાં આવ્યો હતો અને જમવાની પણ સગવડ કરી દેવામાં આવી હતી બોડેલીમાં આજે આશરે સાત ઇંચ વરસાદ વરસતા બોડેલી નગરમાં ઢોકલીયા વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું હતું અલીપુરા વિસ્તારમાં ફતેનગરમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા બપોર પછી વરસાદ વિરામ લેતા રાહત જોવા મળી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here