બનાસકાંઠા : લાખણી તાલુકાના કોટડા ગામે ચોરી કરી અને ચોરોએ મહિલા ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાખણી તાલુકાના કોટડા ગામે રહેતા રાજશ્રીબેન મીઠાલાલ શાહ તેમના ઘરે ગત રાત્રે બે વાગે ચોરો હાથ અજમાવ્યો

રાજેશ્રીબેન ના પતિ મૃત્યુ પામ્યા ને છ મહિના થયા હતા રાજેશ્વરીબેન અને તેમનો પુત્ર તે પુત્ર દિવ્યાંગ છે ચાલી નથી શકતો માતા-પુત્ર બંને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેમના પતિ ન હોવાનું અને તેઓ એકલા છે તેનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હતો જ્યારે રાજેશ્રીબેન ને કાને કંઇક અવાજ આવતા તેઓ ઉંઘ માંથી ઉઠ્યા ની ચોરો ને ખબર પડતા રાજેશ્રીબેન પર હુમલો કરવામાં આવ્યો હતો માથાના ભાગે ગંભીર ઈજા કરી ડીશ-મિસના ઘા માર્યા હાથ ભાગ્યો અને મારકૂટ કરી ત્યારે રાજેશ્રીબેન એ જોરથી બૂમો પાડતાં આડોશપાડોશ ના લોકો ભેગા થયા ત્યારે રાજેશ્રીબેન ની હાલત બહુ જ ગંભીર હતી તરત જ 108ને ફોન કરતા 108 ઘટના સ્થળે પહોંચી આવી રાજેશ્રીબેન ને ડીસા સરકારી દવાખાને દાખલ કર્યા હતા તેમના સાથે ગયેલા પાડોશીને જ્યારે ફોન પર વાત કરતાં જાણવા મળ્યું કે તેમના માથાના ભાગે સાત ટેકા આવેલા છે ચોરીની વાત કરતા તેમણે જણાવ્યું હતું 4 બંગડી સોનાની ચેન 2 વીંટી અને 10000 દસ હજાર રોકડ રકમ ની ચોરી થઇ છે આવા જીવલેણ ચોરો સામે કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઊઠે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here