ઇસ્લામી નવા વર્ષના પવિત્ર મહોરમ શરીફ નિમિત્તે મુસ્લિમ સમાજના બે પરિવાર વચ્ચે મન ભેદનો અંત આણી એકતાનો સંદેશ

રાજકોટ, આરીફ દીવાન (મોરબી) :-

રાજકોટમાં બે મુસ્લિમ પરિવારોની એકતા ની કડી મજબૂત બની વાદવિવાદ છોડી ના તું મોટો ના હું મોટો આપણે બને બનીએ ગુલાબનો ગોટો સમાજને આપી એકતાની મહેક””

શાળા સ્કૂલમાં કે સામાજિક અગ્રણીઓ આગેવાનો શિક્ષકો સમાજ ચિંતકો પાસે આપણે આ સૂત્ર સાંભળ્યું હશે જે સૂત્ર આજે એક મુસ્લિમ પરિવાર વચ્ચે ની દુરી દુર કરી શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો તેવા સૂત્ર ને સાર્થક કરી રહ્યું છે મુસ્લિમ સમાજના બે પરિવાર વચ્ચે સમાજમાં મનમેળ કરાવી મન ભેદ ને ભુલાવી પવિત્ર મુસ્લિમ મહોરમ માસમાં મુસ્લિમ સમાજના બે જૂથ ની દોરી ને મજબૂત ગાંઠ બાંધી એકતા નો સંદેશ સમાજમાં એકતા ભાઈ ચારા સાથે રાજકોટમાં પ્રતિષ્ઠ મુસ્લિમ સમાજના બે મોટા પરિવારો સામાજિક ક્ષેત્રે સેવાકીય ક્ષેત્રે ધંધા વેપાર ક્ષેત્રે મુસ્લિમ સમાજમાં મોટા હદેપૂર્વક વાદ વિવાદથી દૂર એકતા ના નજીક એકતા ની મુસ્લિમ સમાજ મજબૂત કડી સમાન રાજકોટ ખાતે કાર્ય સમાજના અગ્રણીઓ આગેવાનો એ સમાજને એક નેક કાર્ય સમા પવિત્ર મહોરમ શરીફ ના મહિનામાં નવા વર્ષની અનોખી ઉજવણી સમાજ એક એક પરિવાર તમામ એકતા ના પ્રતિક કાર્યો સાથે સમાજના આવનાર યુવા પેઢી માટે પ્રેરણાદાય સમાજના વિકાસ અંતર્ગત સમાજ શિક્ષણ ક્ષેત્રે દિન દુનિયાની તાલીમ સાથે કોમી એકતા ભાઈચારા માં સૌપ્રથમ પરિવારિક એકતા એ જ સમાજની એકતા ના ઉચ્ચ ઉદ્દેશ સાથે રાજકોટ મુસ્લિમ સમાજના આગેવાનોએ મુસ્લિમ સમાજની એકતા સાથે સમાજ માં નવા પરિવર્તન ની નવી વિકાસ દિશામાં વળાંક આપી સમાજનો ઉદય આજના આધુનિક યુગમાં પરિવારિક એકતા સાથે થાય એ ઉદ્દેશ સાથે રાજકોટ શહેરમાં મુસ્લિમ સમાજ ના બે મોટા પરિવાર જેમાં ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ ના પ્રમુખ યુસુફભાઇ બાબુભાઇ જાનમામંડભાઇ તથા યુનુસભાઇ જુણેજા (લક્કી) ના પરિવાર વચ્ચે ચાલતા ઝગડા નું સુખદ સમાધાન જામનગર મુસ્લિમ સમાજ ના આગેવાનો તેમજ રાજકોટ મુસ્લિમ સમાજ ના આગેવાનો ની સંયુક્ત મેહનત દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં જામનગર મુસ્લિમ સમાજ ના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, હાજી કાદરબાપુ જુણેજા, જામનગર સુન્ની મુસ્લિમ પટણી સમાજ ના પ્રમુખ હાજી જુસબભાઇ ખુરેશી, જામનગર મુસ્લિમ સમાજ ના યુવા અગ્રણી નગરસેવક અસલમભાઇ ખીલજી, મોહમ્મદ ઇકબાલભાઇ ખફી, ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ), અસગરભાઇ પટણી (પપ્પુભાઇ), મેહમુદભાઇ જુણેજા તેમજ રાજકોટ મુસ્લિમ સમાજ આગેવાન ચાંદની હોટેલ વાળા અદામભાઇ, જમાલભાઈ સહિત લોકો ઉપસ્થિત રહી હતા. જેથી આવનાર સમયમાં મુસ્લિમ સમાજના અન્ય યુવા પેઢી માં ગીલાગિબત થી દૂર પરિવારિક એકતા સાથે સમાજને એક થવાનો સંદેશ સાથે જે સમાજની એકતા હશે એ પરિવાર એક હશે અને એક પરિવાર સુખ દુઃખનો સાથી સર્વે સારા કાર્યમાં સમાજ માટે પ્રેરણા રૂપ બને તે રીતે બે પરિવારો એકતા ની મજબૂત કડીમાં એકબીજાને ગલે ભેટી મન ભેદ દૂર કરી એક મન સાથે બે પરિવાર એક થઈ ગયા જેથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની નવા વર્ષની ઉજવણી રાજકોટ પંથકના જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here