બોડેલીના મોડાસર ચોકડી પાસેથી બોડેલી પોલીસે ગેરકાયદેસર રીતે લઈ જવાતા ૧૧ પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી ૧૧,૮૨,૦૦૦ / નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પોલીસ કંટ્રોલ પરથી વર્ધી આવી પી એસ આઇ વી એન પ્રજાપતિ એ ટ્રક ગાયો સાથે પકડેલ હોય તેમ જાણવા મળતા બોડેલી પોલીસ મોડાસર ચોકડી ખાતેથી અશોક લેલન ટ્રકમાં તપાસ કરતા ટૂંકા દોરડાથી કૃરતા પૂર્વક બાંધેલ એચએફ જાતિની ૯ ગાય અને બે વાછરડા મળી આવ્યા હતા ૯ ગાય ની કિંમત ૧,૮૦,૦૦૦ અને બે વાછરડા ની કીમત ૨,૦૦૦ અને અશોક લેલન ટ્રક ની કીમત ૧૦,૦૦,૦૦૦ સાથે ટ્રકમાં સવાર ત્રણ ઈસમ બાલાકારસીહ પાબર સિંહ બાજીગર રહે ખૂઇઆ માલકાણા જિલ્લો શિરસા હરિયાણા સોનુ સોર્જીત રામ બાજીગર રહે લો ગલ્લા જીલ્લો હનુમાન ગઢ રાજસ્થાન હર્ષીરામ ઉર્ફ હેપ્પી સિંહ લઠવીન્દરસિંહ બાજીગર રહે ખૂઇઆ મળકાણા જિલ્લા શિરસા હરિયાણા ની ધરપકડ કરી કુલ રૂપિયા ૧૧ લાખ ૮૨ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી બોડેલી પોલીસ ત્રણ ઇસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here