બોડેલીના પીઠા ગામ પાસે બાઈક સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીના પીઠા ગામ પાસે બાઈક લઈ બોડેલી તરફ આવી રહેલા બાઈક સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે બાઈક સવાર અન્ય એકને ઈજા થતા સારવાર અર્થે બોડેલી ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે રહેતા રેડ્ડી હરિદાસ રોય અને પરિમલકુમાર ગોવિંદભાઈ પરમાર આજે બપોરના સમયે બાઈક લઈ વડોદરા થી બોડેલી તરફ આવી રહ્યા હતા તે સમય દરમિયાન બોડેલી તાલુકાના પીઠા ગામ પાસે કોઈક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા જેના પગલે રેડ્ડી હરિદાસ રોયને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજયું હતું જયારે સવાર અન્ય પરિમલ પરમારને ઈજાઓ થતા સારવાર અર્થે બોડેલીની સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે બોડેલી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here