બોડેલીથી નસવાડીના નેશનલ હાઈવે નંબર ૫૬ ના હાલ બેહાલ… મસમોટા ઊંડા ખાડા યુક્ત રોડનું નવીની કરણ ક્યારે કરાશે…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી થી રાજપીપળા રોડ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેનું માર્ગની હાલત ખખડધજ હોવાથી વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી બોડેલી પાસે આવેલ ઓરસંગ ઉપર પણ ખાડા પડી ગયેલા છે તેમજ મોડાસર ચોકડી થી નસવાડી કોસીન્દ્રા રોડ ઉપર પણ તાંદલજા ગામ પાસે પણ ઊંડા ખાડા પડી ગયેલા છે જ્યારે અહિંથી મોટર સાઇકલ પર પસાર થતા મોટર સાયકલ વાળા ને માથાનો દુખાવા સમાન આ રસ્તો છે આ નેશનલ હાઈવે છપ્પનની દુર્દશાથી બોડેલી થી હજારો વાહન રેતી ભરેલા પણ અહીંથી નીકળે છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો પણ આ મેન માર્ગ છે અને રાજપીપળા થી પાવાગઢ દર્શન કરવા આવતા વ્યક્તિઓને આ મેન રસ્તો છે આ રોડની એટલી ખરાબ દુર્દશા છે કે વાહન ચાલકોના તો વાહન નાપાટા પણ તૂટી જાય છે અને આ રોડ ઉપર તો ધૂળની ડમરીઓ ઉડે છે ત્યારે વાહન ચાલકોને મોંઘા ભાવનું ઇધન તેમજ સમય નો બરબાદ અને વાહનોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને આ રોડના ખાડા કાઢવામાં તો મોટરસાયકલ વાળાઓને પર એક્સિડન્ટ નો ભય છે ત્યારે સરકાર તંત્ર ક્યારે જાગશે અને આ નેશનલ હાઈવે રોડ ક્યારે બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here