બાહી ક્લસ્ટર રીસોર્સ રૂમ રીનોવેશન ઉદ્દઘાટન અને શૈક્ષણિક વાર્ષિક સમીક્ષા કરાઈ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સમગ્ર શિક્ષા, શહેરા અંતર્ગત બાહી ક્લસ્ટરમાં આજ રોજ સી.આર.સી.કો.ઓર્ડીનેટર મહેશભાઈ વણજારા દ્વારા તૈયાર કરાયેલા ક્લસ્ટર રીનોવેશનનું ઉદ્દઘાટન બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. બી.એડ.કોલેજ ગોધરાની વિદ્યાર્થીની ભક્તિ રાઠોડ, ઉર્વશી સોલંકી અને દિવ્યા પરમારે ક્લસ્ટર રૂમને ઈનોવેટિવ રીતે શણગાર્યું હતું. બી.આર.સી.શહેરાએ શિક્ષણ પરીવાર અને સમગ્ર શિક્ષાના સ્ટાફની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ૧૦૦ % નામાંકન, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, કુકિંગ કોસ્ટ અને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ, હોમ લર્નિંગ, ઘરે શીખીએ, વર્ચ્યુઅલ કલાસ, ઈન્સ્પાયર માનાંક એવોર્ડ, ઈનોવેશન ફેસ્ટિવલ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, શાળા બહારના બાળકોનું શિક્ષણ, ૧૧ થી ૧૪ વર્ષની કિશોરીઓને શાળામાં પુન: પ્રવેશ, નિદાન કસોટી, એકમ કસોટી, પર્યાવરણ પ્રયોગ શાળા, સમયદાન, ઓફિસ કામગીરી, મિશન વિદ્યા, NMMS, જવાહર નવોદય પરીક્ષા, ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ, શેરી શિક્ષણ, માધ્યમિક શાળાઓની વર્ચ્યુઅલ તાલીમ અને પરિણામ, દિવ્યાંગ બાળકોની સહાય અને શિક્ષણ, સ્ટાઈપેન્ડ, સર્ટીફીકેટ કેમ્પ, સાધન સહાય કેમ્પ, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, વિદ્યાદીપ યોજના, સોસિયલ ઓડિટ, વાર્ષિક ઓડિટ, ભૌતિક સુવિધા, પીવાની સુવિધા, CCTV કેમેરા, કોમ્પ્યુટર લેબ, મીનાની દુનિયા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલ, દીક્ષા, આયુષ્યમાન ભારત તાલીમ, પ્રજ્ઞા રિફ્રેશ વર્ક શોપ અને વર્તમાન સમયે કોરોના વૉરિયસ તરીકે કામગીરી કરતા તમામની સમીક્ષા કરી સૌને ઉત્તમ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં બાહી માધ્યમિક શાળાના આચાર્ય કનકસિંહ સોલંકી, આઈ.ઈ. ડી.એસ.એસ.હસમુખભાઈ પરમાર અને તમામ ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો હતો. તમામ કાર્યક્રમનું સંચાલન ખાંડીયા સી.આર.સી.બાબભાઈ વણઝારાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here