સમગ્ર શિક્ષા, શહેરા અંતર્ગત શિક્ષણ પરીવાર અને બાળમિત્રોના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ સર્વે હાથ ધરાયો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

જિલ્લા આર.ટી.એ.એલ.એસ. ઓ.આઈ.સી. રશ્મિકાંત ખડાયતાના માર્ગદર્શન હેઠળ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારના નેતૃત્વમાં સમગ્ર શિક્ષાના સી.આર.સી.કો.ઓર્ડીનેટર, આર.ટી.એ.એલ.એસ અને ૨૪૪ પ્રાથમિક શાળાઓના ૧૫૬૬ શિક્ષકોઓએ સંકલનમાં રહી ૬ થી ૧૪ વર્ષના બાળકો કે જે કદી શાળાએ ન ગયા હોય, શાળાનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો હોય કે અન્ય કારણો સર શિક્ષણ ન મેળવ્યું હોય તેવા બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત પોતાના ફળિયામાં જ તેમના ફળીયાના ઉચ્ચ શિક્ષણ મેળવેલ શિક્ષિત વ્યક્તિ દ્વારા શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવશે. જેમાં મધર ફળીયા, બલુજીના મુવાડા, ખટકપુર અને ડોલના મુવાડા વિસ્તારમાંથી ૪૪ બાળકો મળી આવ્યા છે. તેનું નિયમિત મોનીટરીંગ શહેરા બ્લોકના આર.ટી.એલ.એસ. પ્રિસ્કીલાબેન ખ્રિસ્તી અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવશે. બી.આર.સી. શહેરાએ જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમગ્ર શિક્ષાની ટીમ સતત પ્રયત્નો કરી સો ટકા તાલુકાને શિક્ષિત બનાવવાનો દ્રઢ સંકલ્પ નિર્ધાર કરેલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here