બાબરા તાલુકાના નવાણીયા મુકામે મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે માસ્ક તેમજ સેનીટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું

હિરેન ચૌહાણ, બાબરા તા.18/09/2020

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે બાબરા તાલુકાના નવાણીયા ગામ માં માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરવામાં આવ્યુ જેમાં ઉપસ્થિત બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, યુવા ભાજપ અગ્રણી કિરીટભાઈ બગડા, નવાણીયા નાં સરપંચ ભુપતભાઈ ખીમાણી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here