યુવરાજસિંહ જાડેજા પર ખોટા કેસો પરત લેવા અને તાત્કાલિક તેમને ધરપકડમાંથી મુકત કરવા બાબરા કરણી સેના દ્વારા આવેદન

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

આજ તા.11/4 ના રોજ બાબરા મામલતદાર ઓફિસ ખાતે યુવરાજ સિંહ જાડેજા ની ધરપકડ બાબત આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવેલ વિગત એવી છે કે ગુજરાત રાજયમાં છેલલા ઘણા સમયથી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતી અને પેપરલીક કૌભાંડોના પુરાવા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી લાખો યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવેલ અવાજને કારણે બિન સચિવાલય કલાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની ફરજ સરકાર ને પડી હતી. સેકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેઓ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક નાગરિક તરીકે વિદ્યાથીઓને ન્યાય અપાવવા લડત આપતા રહ્યા છે.

આપશ્રીને વિનંતી છે કે આપણા રાજયના યુવાઓના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ જાડેજા ગુજરાત સરકારની મદદ કરે છે. તેથી તેમને ન્યાય આપી સરકારે સાચા યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે લગાવેલ ૩૦૭ અને ૩૩૨ જેવી કલમો હટાવી તેમને ધરપકડમાંથી મુકત કરવામાં આવે.
આજે આખા ગુજરાત ભરમાં આવેદન અપાય રહ્યા છે ત્યારે બાબરા ગજેન્દ્રભાઈ શેખવા/છત્રજીતભાઈ ધાખડા/અભયરાજ સિંહ કામળિયા/અમીરાજભાઈ ધાધલ/ભગીરથભાઈ વાળા/નિકરાજ સિંહ/વિગેરે કરણી સેના ના હોદ્દેદારો દ્વારા આજે બાબરા મામલતદાર શાહેબ ને માં.કચેરી ખાતે આવેદન આપવામાં આવેલ હતું, અને અમારી વાત સરકાર શ્રી સુધી પહોંચાડવા મામલતદાર સાહેબ ને રજુવાત કરેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here