બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરાયો

ગોધરા,(પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રો માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરવાની સમયમર્યાદા વધારીને તા. ૧૫-૦૫-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે (૧) મેન્યુલ સ્પ્રેયર (૨) પાવર નેપસેક સ્પ્રેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) (૩) પાવર નેપસેક સ્પ્રેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા) (૪) ટુલ્સ, ઇક્વીપેમેન્ટ, શોર્ટીગ, ગ્રેડીગના સાધનો તથા પી.એચ.એમના સાધનો માટે સહાયનો કાર્યક્રમ તથા (૫) ફળ તથા શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા બાબત ઘટક માટે પણ રાજયના ખેડૂતો મહત્તમ અરજી કરી લાભ લઇ શકે તે માટે પોર્ટલ તા. ૦૧/૦૫/૨૦૨૧ થી તા. ૩૧/૦૫/૨૦૨૧ સુધી ખુલ્લુ મૂકવા નિર્ણય થયેલ છે. આ સમયગાળા દરમિયાન ખેડુતમિત્રો દ્વારા બાગાયત ખાતાની શાકભાજી પાકોના વાવેતર, ફળ પાકોના વાવેતર, ફુલ પાકોના વાવેતર, ઔષધીય પાકોના વાવેતર, રક્ષિત ખેતી, કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, આંતર માળખાકીય સવલતો, બાગાયતી યાંત્રિકરણ, મધ્માખિ ઉછેર, સંકલિત રોગ જિવાત અને ખાતર વ્યવસ્થાપન, મસાલા પાકોના વાવેતર, વગેરે ઘટકોની કુલ ૯૨ જેટલી યોજનાઓમાં લાભ મેળવવા માટે અરજી કરી શકાશે. પંચમહાલ જિલ્લાના સર્વે ખેડુત મિત્રોને આઈ ખેડુત પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે જરુરી સાધનીક કાગળો અત્રેની કચેરીએ (સરનામુ: નાયબ બાગાયત નિયામકની કચેરી, રુમ નં ૯-૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ટેલીફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯) સમયમર્યાદામાં રજુ કરવાના રહેશે. જેની પંચમહાલ જિલ્લાના સર્વે બાગાયતી ખેડુતમિત્રોને નોંધ લેવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here