બોડેલી : લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક એસ ટી ડેપોના જુના શોચાલયની અંદર પાણી, સાફ સફાઈ તેમજ દરવાજાનો અભાવ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. સવા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક એસ ટી ડેપોના જુના શોચાલય ની અંદર પાણી, સાફ સફાઈ તેમજ દરવાજાના અભાવે સૌચાલયની બદતર હાલત થઇ છે હાલ આ શોચાલય ને મરામત કરી મુસાફરોને ઉપયોગી થાય તે જરૂરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીના એસટી ડેપોને કરોડોના ખર્ચે અદ્યતન આધુનિક સુવિધાઓ સાથે મુસાફરો માટે બનાવવામાં આવ્યું છે એસટી તંત્ર દ્વારા આધુનિક બસ ડેપો બનાવ્યા બાદ શોચાલય જુના જૈસે થે જાળવી રાખ્યા છે છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગણાતા બોડેલીમાં આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો સરકારી બસમાં આવતા હોઈ છે ત્યારે ડેપોમાં આવેલ શોચાલયનો ઉપયોગ કરે છે શોચાલયની અંદર સાફ સફાઈ જળવાતી નથી તેમજ શોચાલયના કેટલાક દરવાજા નથી તો શોચાલયમાં પાણી વિતરણની સુવિધા ઠપ્પ છે આ ઉપરાંત સીલિંગ જર્જરિત થતા લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવી મુસાફરોમાં ચર્ચા જાગી છે તેમજ અવાર નવાર ગટરો ઉભરાતા આસપાસના દુકાનદારો તેમજ અવર જવર કરતા મુસાફરો માં રોગચાળા નો ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે હાલના શોચાલયને મરામત કરી મુસાફરોને ઉપયોગી થાય તે જરૂરી બન્યું છે.

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં આસપાસના જિલ્લાઓ માંથી લોકો બસ મારફતે આવે છે ત્યારે ડેપોમાં આવેલ શોચાલયનો ઉપયોગ કરે છે શોચાલય ની અંદર પાણી, સાફ સફાઈ તેમજ દરવાજાના અભાવે શોચાલયની હાલત અતિ દયનિય છે બોડેલી બસ ડેપોને કરોડોના ખર્ચે અદ્યતન બનાવી અતિ આધુનિક સિવિધાઓ સાથે મુસાફરો માટે બનાવવમાં આવ્યું છે એસટી તંત્ર દ્વારા જુના જ શોચાલય જાળવી રાખતા કરોડોના ખર્ચે બનેલ બસ ડેપોની આધુનિક સુવિધામાં “ શોચાલય” કાળા દાગ સમાન લાગી ગયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here