કોવિડ-૧૯ સંબંધિત સેવાઓ-વ્યવસ્થા સહિતની માહિતી મેળવવા સંકલિત હેલ્પલાઇન શરૂ કરાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

હેલ્પલાઇન નમ્બર- ૦૨૬૭૨-૨૫૦૬૬૮ તેમજ ૦૨૬૭૨-૨૫૭૮૭૮ પર ટેસ્ટિંગ-રિઝલ્ટ, ઉપલબ્ધ બેડ, રેમડીસીવીર-દવાઓ સહિતની માહિતી મેળવી શકાશે

કોવિડ-૧૯ના વધી રહેલા સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના નાગરિકોને કોવિડ-૧૯ સંબંધિત સેવાઓ-વ્યવસ્થા સહિતની બાબતો અંગેની માહિતી-માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ હેલ્પલાઇનને સંકલિત કરી ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો હેલ્પલાઇન નમ્બર- ૦૨૬૭૨-૨૫૦૬૬૮ તેમજ ૦૨૬૭૨-૨૫૭૮૭૮ પર ફોન કરી ટેસ્ટિંગ, ટેસ્ટનું પરિણામ, રસીકરણ, ધન્વંતરિ રથ, જિલ્લામાં ઉપલબ્ધ બેડ, રેમડીસીવીર તથા અન્ય જીવન રક્ષક દવાઓ મેળવવા, ખાનગી હોસ્પિટલમાં સારવારના દર, ઓક્સિજન સિલિન્ડર, કોવિડ કેર સેન્ટરની સુવિધા, હોમ આઇસોલેશન સહિતની સેવાઓ અંગેની અધિકૃત માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે.આ કન્ટ્રોલરૂમ જિલ્લા સેવા સદન ગોધરા ખાતે કાર્યરત થયેલ છે. ઉલ્લેખનીય છે કે આ સેવાઓ અને તે અંગેની હેલ્પલાઈનોને સંકલિત કરીને ૨૪x૭ આ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here