બનાસકાંઠા : ભીલડી ખાતે મેડિકલ ઓફિસર નિસર્ગ ભાઈ જોશી તેમજ સુપરવાઈઝર પરેશ ભાઈ જોશીના માર્ગ દર્શન હેઠળ પોલિયો રસીકરણ યોજવામાં આવ્યું

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રાજયનું પ્રત્યેક બાળક સ્વસ્થ અને નિરોગી બની રહે એવા નિર્ધાર સાથે આજે રાજયવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ થયો છે. જેને અનુરૂપ આજ રોજ નવી ભીલડી ખાતે મેડિકલ ઓફિસર નિસર્ગ ભાઈ જોશી તેમજ સુપરવાઈઝર પરેશ ભાઈ જોશી ના માર્ગ દર્શન હેઠળ પોલિયો રસીકરણ યોજવામાં આવ્યું હતું જેમાં F H W મિતલબેન MPHW વિજયભાઈ તેમજ તમામ આશા બહેનો અને ડેપ્યુટી સરપંચ હરેશભાઈ પંડિત ની ઉપસ્થિતિ માં 0 થી 5 વરસ ના બાળકો ને પોલિયો ની રસી આપવા માં આવી..

આ અભિયાનમાં રાજ્યભરનાં શૂન્યથી પાંચ વર્ષના અંદાજે ૭૫ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. આ રાજયવ્યાપી અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે જે અંતર્ગત રાજયમાં કુલ ૩૮,૩૯૫ બુથનું આયોજન કરીને ૭૪૬૫ સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે ૧,૫૮,૮૬૧ જેટલા આરોગ્ય કર્મીઓ સામેલ થયા છે. રાજયના તમામ વિસ્તારો અને બાળકોને આવરી લેવા માટે ૨૯૩૪ મોબાઈલ ટીમો બનાવવામાં આવેલ છે અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે ૨૪૪૯ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here