નર્મદા જીલ્લામા ધોરણ-૧૦ (SSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં સવારે વિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં કુલ-૨૩૪૦ વિદ્યાર્થીઓ હાજર : ૨૩૦ ની ગેરહાજરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ધોરણ-૧૨ (HSC) ના સામાન્ય પ્રવાહમાં બપોરે ગુજરાતી વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં કુલ-૪૭૧ વિદ્યાર્થીઓ હાજર : ૫૩ ની ગેરહાજરી

ધો.૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૩૮૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૧ ની હાજરી અને ૨૨ વિદ્યાર્થીઓની ગેરહાજરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલથી શરૂ થયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૯ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ સવારે ધોરણ-૧૦ (SSC) માં વિજ્ઞાન ( જુના-નવાં કોર્ષ) વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ- ૨૫૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૩૪૦ ની હાજરી અને ૨૩૦ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

તેવી જ રીતે, ધોરણ-૧૨ (HSC) માં સામાન્ય પ્રવાહમાં બપોરે ગુજરાતી વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૫૨૪ વિદ્યાર્થીઓ પૈકી ૪૭૧ ની હાજરી અને ૫૩ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૩૮૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૧ ની હાજરી અને ૨૨ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here