ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલા શરીફ ખાતે 27 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તારીખ 03 01 2021 રવિવાર ના રોજ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા 27 મો બ્લડ ડોનેશન કેમ્પ સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ કલ્લા ખાતે યોજાયો જેમાં 262 યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું આ બ્લડ વડોદરા ની જલારામ બ્લડ બેન્ક અને ભરૂચ ની રેડ ક્રોસ સોસાયટી ને અર્પણ કરવામાં આવ્યું બ્લડ ડોનેશન ની સાથે આજ રોજ સમાજ ની જરૂરિયાત ને ધ્યાને રાખી ફૈઝ મેરેજ બ્યુરો નું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રોગ્રામ માં સંસ્થા ના ફાઉન્ડર સૂફીએ મિલલ્ત અલ્હાજ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ મેનેજીંગ ટ્રસ્ટી ખલીફએ સૂફીએ મિલલ્ત સૈયદ અબ્દુલવાહીદઅલી બાવા સાહેબ અને સૈયદ કલીમઅતહર બાવાસાહેબ પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી સેક્રેટરી બસીરભાઈ પટેલ તેમજ સંસ્થા ના ટ્રસ્ટી રફીકભાઈ શેખ મોઇનભાઈ શેખ યુનુસભાઈ જફરૂલ્લા ભાઈ ઘોરી તેમજ ફૈઝ યંગ સર્કલ ના વિવિધ ગામ ના જવાબદાર મેમ્બર અને ફૈઝ યંગ સર્કલ ના મેમ્બરો એ બ્લડ ડોનેશન કરી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.
કોવિડ19 ને ધ્યાન માં રાખી સમગ્ર પ્રોગ્રામ સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક નો ઉપયોગ કરી સરકારની ગાઈડ લાઈન નું પાલન કરી સમગ્ર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here