ડભોઇ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને પીવાના પાણી માટે બનાવેલા ઓવારા જર્જરિત તેમજ બિસ્માર હાલતમાં…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પશુઓને પીવાનું પાણી મળી રહે તે હેતુ સાથે જુદા જુદા વિસ્તારોમાં પાણીના હોઝ બનાવાયા હતા પરંતુ છેલ્લા ઘણા સમય થી આ હોઝ ની કાળજી લેવાતી ન હોય હાલ મોટા ભાગના હોઝ નષ્ટ થઈ ગયા છે કેટલાલ બચ્યા છે જે બિસ્માર હાલતમાં છે ઉનાળાએ હવે પાપા પગલી માંડી છે તેવામાં પશુઓ ને પાણી મળી રહે તે માટે નવીન હોઝ નિર્માણ કરવા સરકાર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

જળ એ જ જીવન છે મનુષ્ય હોય કે પશુઓ જળ વિના જીવન શક્ય નથી તાલુકા પંથકમાં હાલ ઉનાળાએ પાપા પગલી માંડી છે તેવામાં ડભોઇ તાલુકાના જુદા જુદા ગામોમાં પશુઓ ને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે માટે હોઝ નિર્માણ થયા હતા સમય જતા આ હોઝ ની સરકાર કે ગ્રામપંચાયતો દ્વારા તસ્દી લેવામાં ન આવી અને મોટા ભાગના હોઝ બિસ્માર થઈ પડ્યા તો કેટલાક નષ્ટ થઈ ગયા છે હવે ઉનાળો માથે છે તેવામાં ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને પાણી માટે વલખા મારવા ના પડે તેવી સ્થિતિ ને ધ્યાનમાં રાખી નવીન હોઝ બનાવાની કાર્યવાહી સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારોમાં લોક માંગ ઉઠવા પામી છે.આ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here