ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ ખોલી નાણાંની જરૂર હોવાનું જણાવી ઠગાઈ કરવાનો નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો….

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ભરૂચ જિલ્લાના નેત્રંગના યુવાનનો ફેંક એકાઉન્ટ ખોલી પોતાને અરજન્ટ રૂપિયાની જરૂર છે મોકલોનુ મિત્રોને કહેવાયું

ફોટોનો ઉપયોગ કર્યો હોય મિત્રોએ રૂપિયા મોકલવાની તૈયારી બતાવી પરંતુ સમયસુચકતાથી ઠગાઈ કરવાનાં નવા કિમીયાનો પર્દાફાશ થયો

ઓનલાઈન ઠગાઈ કરવાનાં અનેક કિસ્સાઓ પ્રકાશમા આવતા હોય છે, ત્યારે એક નવીન જ આઇડિયાથી છેતરપીંડી અને ઠગાઈ કરવાનો એક અજીબ કિસ્સો ભરૂચ જિલ્લાના નેત્રંગના યુવાન સાથે તેની ફેસબુકનો ફેક એકાઉન્ટ ખોલી તેનો ફોટો મુકી નાણાંની માંગણી કરી ઓળખીતાઓને વિશ્રવાસમા લઇ છેતરપીંડી ઈરવાનો પ્રકાશમા આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળાથી 40 કી.મી. ના અંતરે આવેલ ભરૂચ જિલ્લાના નેત્રંગમા રહેતા ઐયુબખાન પઠાણના ફેસબુક એકાઉન્ટના ફોટો અને નામનો ઉપયોગ કરી કોઇક માસ્ટર માઇન્ડ દ્વારા તેનો ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યો હતો. અને ઐયુબખાન પઠાણને તાત્કાલીક પૈસાની જરૂર છે એમ લખીને ફેસબુક ઉપરના તેમના મિત્રોને મેસેજ મોકલાયેલ. ભેજાબાજ ઠગ દ્વારા આ રૂપિયા ગુગલ પે ઉપર મોકલવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી તેનાં કેટલાક મિત્રોએ તેને ફોન કરી આ અંગે તેને ખરેખર રૂપિયાની જરૂર છે એવી પુછપરછ કરી હતી. ત્યારે ઐયુબખાન પઠાણે ખુલાસો કરવો પડેલો કે પોતાને કોઈ રૂપિયાની જરૂર નથી, ત્યારે મિત્રો દ્વારા ફેસબુક ઉપર રૂપિયા મંગાવવામાં આવ્યાની તેને જાણકારી આપતાં તેણે જણાવ્યું હતું કે આ ફેક એકાઉન્ટ બનાવ્યો છે, જેથી તેણે તરત જ સોશીયલ મિડીયાના માધ્યમથી તમામ ઓળખીતાઓને જાણ કરી દીધી હતી કે તેના નામે એકાઉન્ટ ખોલી ઠગ ટોળકી એ લોકોને ઠગવાનો કિમિયો રચ્યો છે. જેથી લોકો છેતરપીંડી માથી બચ્યા હતા.

ફેસબુક એકાઉન્ટના મેસેન્જર ઉપર મેસેજ કરી, ફોન નબંર ઉપર ફોન કરીને પુછપરછ માંટે સંપર્ક સાધવામાં આવતાં કોઈએ જવાબ આપ્યો નહોતો, સાઈબર ક્રાઈમમા આ બાબતે ફરિયાદ આપવાની ધમકી આપતા ઠગ ટોળકીએ ફેસબુક ઉપરથી એકાઉન્ટ ડિલીટ કર્યુ હતુ.

આ મામલે સમયસર બધાંને જાણ કરી દેવામાં આવતાં લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બનતાં અટક્યા હતા, જો સમયસુચકતા ન વાપરી હોત તો મિત્રને રૂપિયાની જરૂર છે ચાલો મદદરૂપ થઇએ ની ભાવનાથી કઇ કેટલાય લોકો ઠગાઈનો ભોગ બન્યા હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here