રાજપીપળા નગર ટ્રાફીક સહિત ચક્કાજામની સમસ્યાથી કયારે મુક્ત થશે..!??

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળામા ઠેરઠેર થતાં ટ્રાફીક જામ માટે રસ્તા પહોળા ક્યારે કરાશે ??

રસ્તાઓ પહોળા કરવાની યોજનાઓ અભરાઈએ કેમ ચઢાવાઇ છે ???

નર્મદાો જીલ્લામા રોડ સેફટી કાઉન્સિલની મિટીંગ તેનાં નિર્ધારિત સમયે અવશ્ય પણે મળે જ છે, જેને અનુરૂપ ગતરોજ પણ નર્મદા કલેક્ટરની અધયક્ષતામા મિટીંગ મળી..ચર્ચા વિચારણા કરી છુટા પડ્યા, પરંતુ આ મિટીંગોથી રાજપીપળા નગરની ટ્રાફીક સમસ્યા, રખડતાં ઢોરોની સમસ્યા, આડેધડ થતાં વાહન પાર્કીંગ જેવી સમસ્યાઓનો કોઇ ઉકેલ વર્ષોથી આવતો જ નથીં !!! આવું કેમ ? નગરજનો સામે પશ્રો ઉભા થાય એ સ્વાભાવિક પણ છે જ, નગરમા વાહનોની સંખ્યામા સતત વધારો થતાં, પ્રવાસન ક્ષેત્રે જીલ્લો વિકસીત થતાં લોકોની અવરજવરમા વધારો થયો છે ત્યારે આવી મિટીંગો મળે એ ખૂબજ જરૂરી પણ છે જ પરંતુ તેના થકી સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવવો અતિઆવશ્યક છે.
રાજપીપળા નગરપાલિકા હસ્તક નગરના મુખ્ય માર્ગોને ટાઉન પ્લાનિંગ કરી રસ્તાઓ પહોળા કરવાની જવાબદારી પાલિકા તંત્રની છે, અને પાલિકામાં એકશન પ્લાન પણ છે પછી અભેદ કારણોસર અભરાઈએ ચઢી જાય છે આવુ કેમ..? નગરની સમસ્યાઓ દુર કરવામાં નગરનો વિકાસ કરવામાં આડે કોણ આવી રહયું છે…? આવા અનેક પ્રશ્નો હાલ સભ્ય નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

વડિયા જકાતનાકાથી લઇ કાળાઘોડા( વિજય ચોક ) સુધી રસ્તા પહોળા કરવા દબાણ દુર કરવા અનેકવાર માપણીઓ થઇ સર્વે થયાં વર્ષો વીતી ગયા પરિણામ કાંઈ જ નહીં, એટલે કે શુન્ય !!!!
પ્રવાસન ક્ષેત્રે નર્મદા જિલ્લાનો વિકાસ થઇ રહ્યો છે જીલ્લાના વડું મથક રાજપીપળા ખાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે, ત્યારે રજવાડા સમયના રસતાઓ પહોળા કરવાની તાતી જરૂરીયાત છે, નગરનો સ્ટેશન રોડ રાજપીપળા ન્યાયાલયથી લઇને સફેદ ટાવર સુધી બે માર્ગીય કરવામાં આવે આ ઉપરાંત ગોપચણનો ટેકરા વાળો રોડ પહોળો કરાય તો ગામમા ટ્રાફીકની સમસ્યા નિયંત્રણમા આવે એમ છે. શુ નર્મદા જિલ્લા કલેક્ટર સહિત રોડ સેફટી કાઉન્સિલ આવા નિર્ણયો લેસે ખરી ??કે જેથી તેમને રાજપીપળાની આવનાર પેઢીઓ યાદ કરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here