“ફિટ ઈન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં યુવા ચિત્રકલા સ્પર્ધાનું આયોજન

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “ફિટ ઈન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “ફિટ ઈન્ડિયા” વિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને તથા કૃત્તિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામું, મો.નં., ઈ-મેઈલ આઈ.ડી. જેવી વિગતો ભરીને તા.૩૦/૦૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ, જીલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, રૂમ નં.૩૫ કચેરીએ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં મોકલવાની રહેશે. કૃતિની સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ)ની નકલ પણ આપવાની રહેશે. ત્યારબાદ આ કૃતિઓમાંથી ૧૦ કૃતિઓ પસંદ કરવામાં આવશે. તા.૧૧/૦૨/૨૦૨૧ના રોજ જે-તે જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે આ પસંદગી પામેલ ૧૦ કલાકારો વચ્ચે થનારી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૫૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨૫૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here