પાસાના કાયદામાં સુધારો આવ્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્‍લામાં થઇ અમલવારી…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર ઇસમો પાસા તળે જેલમાં ધકેલાયા

ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં જુગારનો અડ્ડો ચલાવતા ઇસમો, સાયબરનો ગુનો કરનાર ઇસમો, જાતીય સતામણી સબંધી ગુના કરતા ઇસમો વિરૂધ્‍ધ પાસા તળે કાર્યવાહી કરવા વટહુકમ બહાર પાડવામાં આવેલ છે.

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે, અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત, ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી, અને વ્યાજંકવાદીઓના ત્રાસથી આત્‍મહત્યા કરી લેતાં હોય છે.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લામાં વ્યાજખોરી ના ગુનામાં પકડાયેલ ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને  કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને, તે માટે પાસાના કાયદામાં આવેલ સુધારા મુજબ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લાના વ્યાજખોર ઇસમો
(૧) પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્‍લભભાઇ બાવીશી, ઉં.વ.૫૯, રહે.મોટા આંકડીયા, તા.જિ.અમરેલી તથા
(૨) જીલુભાઇ દાનાભાઇ ભુતૈયા, ઉં.વ.૪૦, રહે.મોટા આંકડીયા, તા.જિ.અમરેલી વાળાઓ વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી નાઓ મારફતે  જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, અમરેલી નાઓ તરફ મોકલી આપેલ.
આવા વ્યાજખોર ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં  અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી.આયુષ ઓક સાહેબ નાઓએ ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્‍ધ પાસાના વોરંટ ઇસ્‍યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના મુજબ એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્‍લભભાઇ બાવીશીને અમદાવાદ મધ્યસ્થ જેલ તથા જીલુભાઇ દાનાભાઇ ભુતૈયાને વડોદરા મધ્યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

વ્યાજખોર ઇસમો વિરૂધ્‍ધ રજી. થયેલ ગુન્‍હાઓઃ-        
ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્‍ધ અમરેલી શહેર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૦૨૧૧, ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦(એ), ૪૨(એ),(બી),(ડી) મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. જે ગુન્‍હામાં ભોગ બનનારે ઉપરોક્ત બંને ઇસમોના ત્રાસથી ઘંઉમાં નાંખવાના ટીકડા ખાઇ, આત્‍મહત્‍યા કરી લીધેલ હતી. આવા વ્યાજખોર ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી, ઉંચા વ્યાજે ગેરકાયદેસર નાણા ધીરધારની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here