સંકટ દુર કરવા માટે તાંત્રિક વિધિ કરી આપવાના બહાને અલગ અલગ જગ્યાએ બોલાવી , છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , રોકડ રકમ તથા સોનાના દાગીના પડાવતી ટોળકીને રૂા .૧૫,૬૮,૯૮૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

સંકટ દુર કરવા માટે તાંત્રિક વિધિ કરી આપવાના બહાને અલગ અલગ જગ્યાએ બોલાવી , છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , રોકડ રકમ તથા સોનાના દાગીના પડાવતી ટોળકીને રૂા .૧૫,૬૮,૯૮૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.  ફરિયાદની વિગતઃ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના રહેવાસી જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ – શાંતિ રહેતી ન હોય , તેમજ તેમના પત્ની માનસિક બિમાર રહેતા હોય , જેથી તેઓ ઘણા સમયથી પરેશાન રહેતા હોય , દસેક માસ પહેલા , તેઓના ઘરે ત્રણ અજાણ્યા ઇસમો કેસરી કલરના ભગવા કપડા પહેરીને આવેલ , જેમાં એક વ્યક્તિએ પોતાનું વઘાસીયા બાપુ હોવાનું અને પોતે કચ્છથી ચાલીને જુનાગઢ પરિક્રમામાં જતા જણાવેલ . તેમણે જયંતીભાઇ તથા તેમના પત્નીના માથા ઉપર હાથ મુકી , આશિર્વાદ આપી , જયંતીભાઇને કહેલ કે , “ બેટા , તારા ઘરમાં ખુબ સંકટ છે , અને તારા પત્ની બિમાર રહે છે , તારા માથે ખુબ દેણું વધી ગયેલ છે , અને તમારી જમીનમાં કંઇક મેલુ છે , તેવું મને જોવામાં આવે છે , તે બધુ સંકટ દુર કરવા અને પરીવારમાં સુખ – શાંતિ લાવવા માતાજીની વિધિ કરવી પડશે .  તેવું જણાવી , જયંતીભાઇને વિશ્વાસમાં લઇ , વઘાસીયા બાપુએ તેમના જુનાગઢના ગુરૂદેવના મો.નં- ૮૧૨૮૮૬૩૩૮૧ ઉપર વાત કરાવી , ગુનાહિત કાવત્રુ રચી , વિધિ કરવાના બહાને તેમને થાન ( ચોટીલા ) અવાવરૂ જગ્યાએ બોલાવી , ત્યાં હાજર ગુરૂદેવ તથા વઘાસીયા બાપુની સાથે એક છોકરો હોય , તે વિધિ વખતે જમીન ઉપર પડી ગયેલ અને વિધિ અવળી પડી છે , તેમ કહી , જયંતીભાઇ પાસે તે છોકરાને સાજા કરવા અને વિધિ પુર્ણ કરવાના બહાને , વઘાસીયા બાપુ તથા તેમના ગુરૂદેવ તથા બીજા ત્રણ અજાણ્યા માણસોએ મળી , જયંતીભાઇનો ફોન ઉપર અવાર – નવાર સંપર્ક કરી , ધાર્મિક વિધિ કરવાના બહાને અલગ અલગ સમયે , દ્વારકા , અવાવરૂ જગ્યાએ બોલાવી , કટકે કટકે રોકડ રૂ . ૯,૦૦,૦૦૦ ( નવ લાખ ) તથા જુના સોનાના દાગીના આશરે આઠ તોલા , જેની કિ.રૂ .૮૦,૦૦૦  મળી , કુલ રૂ .૯,૮૦,૦૦૦  ( નવ લાખ , એંશી હજાર ) તેમજ જયંતીભાઇની ખેતીની જમીન મેલી છે , તે વેચવી પડશે તેમ જણાવી , જમીન વેચાવી , જમીનના આવેલ રૂ .૧૫,૦૦,૦૦૦  ( પંદર લાખ ) સિધ્ધ કરવાનું જણાવી , ફોન કરી , કુવાડવા ગામ , વાંકાનેર રોડ , ખોડીયાર માતાજીના મંદિર પાસે બોલાવી , પૈસા સિધ્ધ કરી આપવાના બહાને જયંતીભાઇને વિશ્વાસમાં લઇ , રૂ .૧૫,૦૦,૦૦૦ ( પંદર લાખ પડાવી , કુલ રૂ .૨૪,૮૦,૦૦૦  ( ચોવીસ લાખ એંસી હજાર ) ની છેતરપીંડી કરેલ હોય , જે અંગે જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાની ફરિયાદ પરથી તા .૧૩  ૦૯  ૨૦૨૦ ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૦૦૭૧ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ ( બી ) , ૧૧૪ મુજબનો ગુન્હો રજી . થયેલ હતો . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી..અશોકકુમાર યાદવ  ની સુચના મુજબ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય  દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ , ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , તેમના રૂપીયા અને દાગીનાઓ પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલ્કત તેમને પાછી મળે , તે માટે કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા , પો.સ.ઇ.  પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું . જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી , આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં અને આજરોજ અમરેલી ચિત્તલ રોડ ઉપર આવેલ સોસાયટીમાં અંધશ્રધ્ધા ફેલાવી , રૂપીયા પડાવવાના ઇરાદે આંટાફેરા મારતાં આરોપીઓને પકડી પાડી , તેમની પાસેથી ફરિયાદીના રોકડા રૂપીયા તથા ઘરેણા તથા ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર સહિતનો મુદ્દામાલ કબ્ધ કરી , તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે .કે પકડાયેલ આરોપીઓ : ( ૧ ) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા બાપુ , ઉ.વ .૨૫ , ધંધો – ભિક્ષાવૃતિ , રહે.વાંકાનેર , ભોજપરા , હાલ – ખીરસરા , તા.જિ.રાજકોટ . ( ર ) જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ , ઉ.વ .૩૦ , ધંધો – ડ્રાઇવિંગ , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી . ( ૩ ) કવરનાથ રૂમાલનાથ ભટ્ટી , ઉ.વ .૩૫ , ધંધો – વેપાર , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી , ( ૪ ) નરેશનાથ રૂખડનાથ પઢીયાર , ઉ.વ .૨૫ , ધંધો- મજુરી , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી . ( ૫ ) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર , ઉ.વ .૩૫ , ધંધો – મજુરી , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી , ક પકડાયેલ મુદ્દામાલઃ ( ૧ ) રોકડા રૂ .૭,૮૫,૫૦૦  ( ર ) સોનાના ઘરેણાં , કિં.રૂા .૪,૮૩,૪૮૦ ( 3 ) ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર , રજી.નં. જી.જે.૩૬.એફ .૩૬ ૨૬ , કિં.રૂા .૩,૦૦,૦૦૦ ઉપરોક્ત વિગતે મળી કુલ કિં.રૂા .૧૫,૬૮,૯૮૦ નો મુદ્દામાલ . 8 આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિઃ આ કામે પકડાયેલ રૂખડનાથ , જાનનાથ અને કવરનાથ ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ભગવા વસ્ત્રો અને માળા ધારણ કરી , ઘરે ઘરે ફરે છે , અને વઘાસીયા બાપુનું નામ ધારણ કરી , પોતે કચ્છમાંથી આવે છે અને જુનાગઢ જવું છે , તેવું જણાવી , ભોળા માણસોની આસ્થાનો ગેરલાભ ઉઠાવી , તેમને જીવનમાં ખુબ સંકટ છે , તેવી બીક બતાવી સંકટ ટાળવા માટે વિધિ કરવાના બહાને તેમનો મોબાઇલ નંબર મેળવી , બાદમાં તેને ફોન કરી , અવાવરૂ જગ્યાએ વિધિ કરવા માટે બોલાવી , ત્યાં વિધિ શરૂ કરી , અગાઉ નક્કી થયા મુજબ નરેશનાથ મોઢામાં કંકુ રાખી , જમીન ઉપર પડી જઇ , લોહી નીકળતું હોય , તે રીતે કંકુ મોઢામાંથી કાઢી , તરફડવા લાગતો , અને વિધિ અવળી પડેલ છે , એટલે આ છોકરાને તકલીફ થઇ ગઇ છે , તેવું કહી , આ છોકરાને અઘોરી બાવાનો ધુપ દેવાનું બહાનું બતાવી , ધુપ ખુબ મોંઘો આવે છે , તેવું જણાવી , અલગ અલગ જગ્યાએ બોલાવી , નરેશનાથની વિધિ અને ધુપ દેવડાવવાના બહાને મોટી રકમ તથા ઘરેણા પડાવતા હતાં . અને છેલ્લા એકાદ વર્ષથી આ રીતે અંધશ્રધ્ધા ફેલાવી , લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતાં હતાં . જાહેર જનતાને પણ આ પ્રકારના લેભાગુ તત્વોથી ચેતીને રહેવા તથા અજાણ્યા ઇસમોની વાતોમાં આવી , ડરવા કે પોતાની કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા , પો.સ.ઇ.  પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here