નર્મદા જીલ્લા SOG પોલીસે તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતેથી ગાંજા સાથે એક અપંગ ઇસમને ઝડપી પાડયો

તિલકવાડા,(નર્મદા)
આશિક પઠાણ

રેંગણ ગામે ગાંજાનો વેપલો કરતા ઇસમ પાસેથી પોલીસે રુપિયા ચાર હજારની કિંમત ના 400 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો

નારકોટીક્સની ધારા મુજબ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી

નર્મદા જીલ્લા પોલીસના સમગ્ર તંત્રને જીલ્લામા ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લગાવવા ગુનેગારોને ડામી દેવા તેમજ નારકોટીક્સના કેસો શોધી કાઢવાની કડક સુચના પોલીસ મહાનિરદેશક ગાંધીનગર તરફથી મળેલ હોય વડોદરા રેન્જ આઇ જી. હરિકૃષ્ણ પટેલ તેમજ નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહના માર્ગદર્શન હેઠળ નર્મદા SOG એ તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતેથી ગાંજાના વેપલા સાથે સંકળાયેલા એક અપંગ આરોપીને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા SOG ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. ટી. જાટ સહિત સ્ટાફ ના ASI રવિન્દ્ર ભાઈ , જગદીશભાઈ , મનોજભાઈ, યોગેશભાઈ ,ભરતસિંહ શૈલેન્દ્રભાઈ નાઓને બાતમી મળેલ હતી કે તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતે ના ટેકરાફળીયા ખાતે સુકાભાઇ શનાભાઈ વસાવા નામનો ઇસમ ગાંજા વેચવાનો ગેરકાયદેસર વેપલો કરે છે તો પોલીસે છટકું ગોઠવી આરોપી ને 400 ગ્રામ ગાંજો કિંમત રુપિયા 4000 સાથે ઝડપી પાડયો હતો. નર્મદા SOG પોલીસે આરોપી ને ઝડપી તિલકવાડા પોલીસ મથકમાં આરોપી સામે નારકોટીક્સ ની ધારા મુજબ કાયદેસર નો ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here