પાવી જેતપુર પાસે આવેલ શિહોદ ગામ પાસે ભારજ નદીના ડ્રાઇવઝનની હાલત ખખડધજ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ શિહોર પાસે આવેલ ભારજ નદીના બ્રિજના પીલર બેસી જવાના ઘણા સમયથી લોકો માટે અવરજવર માટે મુશ્કેલી પડતી હતી ત્યારે જેતપુર પાવીના સરપંચ મોન્ટુભાઇ શાહ તથા સિહોદના ગામ જણો તેમજ સરપંચ દ્વારા જનતા ડ્રાઇવઝન બનાવવામાં આવ્યો હતો તે છોટાઉદેપુર પંથકના લોકો માટે અવરજવર માટે આશીર્વાદ રૂપે સાબિત થયો હતો આજે આ ડ્રાઇવઝન ની હાલત ખખડધજ તેમજ ધૂળની ડમરીઓ ઉડતો થઈ ગયો છે આ જનતા ડ્રાઇવઝન આજે એક હાઈવા ટ્રક પણ ફસાઈ પડ્યો હતો આ ટ્રક ને કાઢવા માટે ટ્રક ડ્રાઇવર તેમજ ટ્રકના કંડકટર દ્વારા હાઇવા ટ્રક ની ટોલી હાઈડ્રોલિક કરીને ટાયરની સાઈડમાં જેક પણ મૂકવામાં આવ્યો હતો ડ્રાઇવર કંડકટર ની ભારે મહેનત બાદ આ ટ્રક બહાર નીકળી હતી અને આ ડ્રાઇવઝન ઉપર આગળ વાહન ચાલતું હોય ત્યારે પાછળ ધુરની ડમરીઓ ઉડતી હોય છે અને બસમાં પેસેન્જર ની હાલત પણ ધુળ જેવી થઈ જાય છે ત્યારે સરકારી તંત્ર ક્યારે જાગશે અને ડ્રાઇવઝન સારો રિપેર ક્યારે કરશે તેવું લોક ચર્ચામાં છે તસવીરમાં જનતા ડ્રાઇવઝન ઉપર આવ્યા ટ્રક દળ મા ફસાઈ પડ્યો તે આપ જોઈ શકો છો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here