બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ સંગમ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની મહેંક પ્રશરવી

હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરજિલ્લા સહિત બોડેલી તાલુકામાં પણ કોરોના દર્દીઓ ની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓ ને લોહી ની પણ તાતી જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી તેમજ કરબલાની યાદમાં બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલ ખાતે ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ થી બોડેલીના રોશની યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસીયલ ડિસ્ટનસ રાખી મોટી સંખ્યામાં નાત જાતના ભેદભાવ ભૂલી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોએ રકદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા રોશની સર્કલના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ રોશની યંગ સર્કલના યુવાનો દ્વારા રક્તદાતા ઓનો આભાર અવ્યક્ત કર્યો હતો. રોશની યંગ સર્કલના યુવાન અનવર ખાન પઠાણએ જણાવ્યું હતું કે આજે ઇન્દુ બ્લડ બેન્ક ખાતે રોશની યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મોહરમ માસ ચાલે છે કરબલાની યાદ માં દરવર્ષની જેમ આ કાર્યક્રમ યોજવામાં આવે છે ચાલુ વર્ષે કોરોના મહામારીના ધ્યાનમાં લઈ ને દર્દીઓને લોહીની વધુ જરૂર પડતી હોઇ આ વર્ષે મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી ના લોકો ધર્મ જાતના ભેદભાવ વગર આ બ્લડ કેમ્પમાં રક્તદાતાઓ વધુ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here