નર્મદા જીલ્લાના દેડિયાપાડા સરકારી દવાખાનાના ગાયનેક તબીબ દ્વારા આદિવાસી સ્ટાફ સાથે થતી ગેરવર્તણુંકની સાંસદ સહિત ધારાસભ્યને ફરિયાદ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

ગાંધીનગર સુધી મારી પહોંચની સહકર્મચારીઓને ધમકી આપતાં તબીબ સામે કર્મચારીઓમા અસંતોષ

સગર્ભા સ્ત્રીઓની નોર્મલ ડિલીવરી કરાવવાની રાહ જોયા વિના સીજરીંગ થી ડિલીવરી કરાવતા હોવાના ગંભીર આરોપ

નર્મદા જિલ્લામા આરોગ્ય લક્ષી સુવિધાઓ કથળેલી છે, તતબીબોની ભારે અછત છે તેવા સંજોગોમાં આદિવાસી વસ્તી ધરાવતા દેડિયાપાડા ખાતેના સરકારી દવાખાનામા અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા ગાયનેક જી. ટી. દયાળુ પોતાના સહકર્મચારીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરતા હોવાની ફરિયાદ સ્ટાફના કર્મચારીઓ એ લેખિતમાં સાંસદ મનસુખભાઈ વસાવા સહિત દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને કરતા ગાયનેક તબીબની જોહુકમીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.

દેડિયાપાડા સરકારી દવાખાનામાં ફરજ બજાવતા કરમચારીઓ એ લેખિતમાં રજૂઆત કરતા જણાવેલ છે કે નર્સો સાથે અણછાજતી વાણી વિલાસ કરી ગાયનેક તબીબ તેમને મારવા માટે પણ તત્પરતા હાથ ઉપાડી કર્મચારીઓ ને બિભત્સ શબ્દો બોલી ગાળો ભાંડતા હોય છે. ડોન્કી ,મનકો, બપોર, ઝીરો નોલેજ જેવા શબ્દો બોલીને કાયમ દર્દીઓ સહિત તેમના સગા સબંધીઓ સામે અપમાન કરતા હોય છે.

સ્ત્રીઓની ડિલીવરી સમયે તબીબ પોતે વયોવૃદ્ધ હોય સાધનો પણ ભુલી જાય છે, સગર્ભા સ્ત્રીઓને ડિલીવરી માટે નોર્મલ ડિલીવરી કરાવવાની રાહ જોયા વિના સીજરીંગથી જ ડિલીવરી કરાવવાની ઇચ્છા ધરાવતા હોય સગર્ભા સ્ત્રીઓના જીવન સાથે ખીલવાડ કરવાનો ગંભીર આરોપ પણ ગાયનેક તબીબ ઉપર દવાખાનામાં જ ફરજ બજાવતા કરમચારીઓ એ લગાવેલ છે.
દેડિયાપાડા સરકારી દવાખાનામાં મોટા ભાગે આદિવાસી સ્ટાફ તેમજ દર્દીઓ પણ આદિવાસીઓ હોય ને તેમનો મજાક ઉડાવતા હોવાનો આરોપ પણ સહકર્મચારીઓ એ લગાવતા આ બધાં માલા ગંભીર હોય ને ગાયનેક તબીબ ની મનમાનીથી સ્ટાફ હેરાન પરેશાન થતાં બબ્બે વાર લેખિત સહિત અનેક વાર મૌખિક ફરિયાદો કરી હોવા છતા તબીબ સામે કોઈજ પગલાં ભરવામાં આવતા નહોય તેમજ તબીબ પોતે પોતાની ગાંધીનગર સુધી મારી પહોંચ છે નુ વારંવાર જણાવતાં હોય દેડિયાપાડા ખાતે સરકારી દવાખાનામા ફરજ બજાવતા આદિવાસી કર્મચારીઓમા ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે .

શુ જીલ્લા આરોગ્ય વિભાગ સહિત નર્મદા કલેક્ટર આવા બેફામપણે વાણી વિલાસ કરતા દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડાં કરતા તબીબ સામે કોઈ પગલાં ભરસે ખરું ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here