પંચમહાલ જીલ્લામાં કોરોના નાબૂદી માટે ૫૦૦ થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞોનુ આયોજન કરવામા આવ્યુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

કોરોના વૈશ્વિક મહામારી માં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે.દેશમાં કોરોના અંકુશમાં આવે સામાન્ય જનમાનસ સારી રીતે રહી શકે, કોરોના વિશ્વમાંથી નાબુદ થાય તે માટે વિશ્વના અનેક દેશોમાં સમગ્ર ભારત દેશના તમામ રાજ્યો અને તમામ જિલ્લાઓમાં અને ગાયત્રી પરિવાર શાખાઓમાં કોરોના નાબૂદી અંતર્ગત મહામારીને નાથવાના એક ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ ગાયત્રીપરિજનોના સહકારથી ૫૦૦ ઘરમા કોરોના નાબુદી થાય તે માટે ગાયત્રી યજ્ઞ કરવામા આવ્યો.ગોધરા શહેરમાં સો કરતાં વધુ ઘરોમાં યજ્ઞો સંપન્ન થયા છે.કોરોનાનાબૂદી એક ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ જ સુંદર અને સામાજિક રચનાત્મક રાષ્ટ્રીય સરાહનીય કાર્ય રાષ્ટ્ર માટે બન્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય કાર્યક્રમમાં પોતાની નૈતિક ભાગીદારી નોંધાવી રાષ્ટ્ર માટે કોરોના વાયરસ ની નાબૂદી માટે યોગદાન પણ ગાયત્રી પરિવારના સભ્યો આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here