નર્મદા જીલ્લાના અમિયાર -ગોરદાના માર્ગે જાન લઇને જતી ટેમ્પો પલ્ટી ખાતા બે મહિલાના મોત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સીમઆમલીથી લગ્ન ની જાન લઇ દેવમોગરા પાસે ના હોરાફળી ગામ ખાતે જાન ગઇ હતી -સર્જાયો ગોઝારો અકસ્માત

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકા ના સીમઆમલી ગામ ના આદિવાસી સમાજ ના લોકો લગ્ન કરવા જાન લઇને આવતા માર્ગ મા અકસ્માત સર્જાતા બે મહિલા ઓના મોત નિપજ્યા હોવાનું પ્રથમ પુછપરછ મા જાણવા મળ્યું છે .જયારે અકસ્માત મા જાન મા સામેલ અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે.આ જાણકારી મળી રહી છે તયારે સારવાર અર્થે દેડિયાપાડા દવાખાનામાં લઇ જવાયેલ ઇજાગ્રસ્તો પૈકી પણ કેટલાક સિરીયસ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકા ના અમિયાર અને ગોરદા ગામ વચ્ચે ના જંગલ વિસ્તારમાં પુરપાટ ઝડપે ટેમ્પો ના ચાલકે પોતાનુ વાહન હંકારતા ગોઝારા અકસ્માત મા સીમઆમલી ગામ ના લોકો ને અકસ્માત સર્જાતા સ્થળ ઉપર જ બે મહિલા ઓના મોત નિપજ્યા મોત નિપજ્યા છે. બનાવ ની વાત કરીએ તો સેલંબા ના ગણેશભાઇ પવાર ના જણાવ્યા અનુસાર આજરોજ સાંજે પાંચ વાગ્યા ના સુમારે ટેમ્પો સીમઆમલી ગામ ના જાનૈયાઓ ને લઇને લગ્ન કરવા માટે દેવમોગરા પાસે ના હોરાફળી ગામ ખાતે ગયેલ જે પરત ફરતા સાંજે પાંચ વાગ્યા ના સુમારે અમિયાર અને ગોરદા ગામ વચ્ચે ના જંગલ વિસ્તારમાં ના માર્ગે પલટી ખાઇ જતા ટેમ્પો મા સવાર જાનૈયા ઓ ને ગંભીર ઇજા પહોચી હતી જેમાં બે મહિલા ઓના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. જયારે અન્યો ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here