પંચમહાલની પાનમ નદીમાં નાવ ડૂબી જતા નાવિક સહિત એક પરિવારના ત્રણ સભ્યોના મોત…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ના પાનમ નદીમાં નાવ ડૂબી જવાથી નાવિક સહિત એક પરિવારના ત્રણ સભ્યો ના મોત થયા હતા. પરિવારના 3ના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે નાવિક ના મૃતદેહ ને શોધવા sdrf ની ટીમ નદી ખાતે આવી પહોંચી ને 18કલાક બાદ મૃતદેહ ને શોધી કાઢ્યો હતો…

શહેરા તાલુકાના બોરીયાવી ગામ ના સુરેશભાઈ અને તેમનો પરિવાર મોરવા હડપ તાલુકાના ગાજીપુર ખાતે સગા સંબંધીને ત્યાં ગયા હતા. મોડી સાંજે ગાજીપુર થી રમેશભાઈ ની નાવડી માં સુરેશભાઈ તેમના પરિવાર સાથે પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે પાનમ નદીના પાણીમાં નાવડી ડૂબી ગઈ હતી. આ બનેલા બનાવ માં સુરેશભાઈ ડાભી તેમજ તેમની પત્ની રીન્કુ તેમજ 3 વર્ષની બાળકી ભાવિશા અને નાવિક રમેશભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાનમ નદીના ઉંડા પાણીમાંથી સુરેશભાઈ અને તેમના પરિવારની લાશને બહાર કાઢી હતી જ્યારે નાવિક રમેશભાઈ હજુ પણ પાણીમાં લાપતા હોવાથી નાવિક ના મૃતદેહ ને શોધવા sdrf ની ટીમ નદી ખાતે આવી પહોંચી મૃતદેહ ને શોધવાની શરૂઆત કરી હતી.પાનમ નદીના ઉંડા પાણીમાં થી નાવિકનો મૃતદેહ શોધી કાઢી ને બહાર કાઢ્યો હતો.

આ બનેલી દુર્ઘટનામાં એક પરિવારના મોત થતા મૃતકના પરિવારજનો માં ઘેરો શોક છવાયો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here