પંચમહાલ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત તા.૧ ઓક્ટોમ્બરના રોજ “એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

“સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત થનાર શ્રમદાન અંગે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના રોજ “સ્વચ્છતા હી સેવા’’ અભિયાનને સાર્થક કરવા પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની સાફ-સફાઈ અંગે કરવાના શ્રમદાન અંગે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે “સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અન્વયે જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાનનું આયોજન થનાર છે. જેમાં પંચમહાલ જિલ્લાના દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આજુબાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો,બસ સ્ટેન્ડ,ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહા શ્રમદાન સાફ સફાઈનું આયોજન થનાર છે. આ ઉપરાંત શહેર કક્ષાએ વોર્ડ વાઇઝ બે સ્થળોએ મહાશ્રમદાનનું આયોજન થશે. જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત જનભાગીદારી થકી આ એક ઝુંબેશરૂપે કામગીરી કરવા માટે આહવાન કરાયું હતું.
ગોધરા કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,નિવાસી જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ,સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here