પંચમહાલ જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાન કાર્યક્રમ થકી જિલ્લાના સી.એચ.સી સેન્ટર ખાતે આરોગ્ય મેળા તેમજ તબીબી શિબિરનું આયોજન કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાન કાર્યક્રમ થકી દરેક જરૂરિયાતમંદ પરિવારને આરોગ્ય કવચ આપવાનું અભિયાન શરૂ કરાયું છે,ત્યારે આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકો તંદુરસ્ત રહે, બીમારીમાં આરોગ્ય કવચ મળી રહે, બીમારીમાં દર્દીનો ખર્ચ બચે તે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ મેડિકલ કોલેજ થકી જિલ્લાના સી.એચ.સી સેન્ટર ખાતે આરોગ્ય મેળા તેમજ તબીબી શિબિરનું આયોજન કરવા માટે ફાળવણી કરવામાં આવી છે. તે મુજબ જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ગોધરા જી. પંચમહાલ દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૩ના રોજ ઘોઘંબા સી.એચ.સી ખાતે,તા.૨૯/૦૯/૨૦૨૩, શહેરા સી.એચ.સી ખાતે, તા.૦૫/૧૦/૨૦૨૩ જાંબુઘોડા સી.એચ.સી ખાતે,તા.૧૨/૧૦/૨૦૨૩ કાલોલ સી.એચ.સી ખાતે તથા પારૂલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ વાઘોડીયા દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૩ રોજ કાંકણપુર સી.એચ.સી ખાતે, તા.૨૯/૦૯/૨૦૨૩ મોરા સી.એચ.સી ખાતે,તા.૦૫/૧૦/૨૦૨૩ બોરિયા સી.એચ.સી ખાતે અને તા. ૧૨/૧૦/૨૦૨૩ રોજ મલાવ સી.એચ.સી ખાતે આરોગ્ય લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here