મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાશે ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આવતીકાલે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,ગોધરા ખાતે ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભ યોજાશે

ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી, અમદાવાદ ખાતે યોજાશે.
પંચમહાલ જિલ્લામાં પણ આવતીકાલે 4.30 વાગ્યે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભનું જિલ્લા કક્ષાનું આયોજન કરાશે.જેમાં વિવિધ મહાનુભાવો,અધિકારીશ્રીઓ અને લોકો ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપસિંહ પસાયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here