ગોધરા દાહોદ હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત… બે બાળકો અને એક મહિલા સહિત ચારના મૌત…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

મળતી વિગતો મુજબ ગત રાત્રીએ ગોધરા દાહોદ હાઇવે પર ઇન્દોર તરફથી આવી રહેલ એક ખાનગી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા બસ રોડની સાઈડ પર ઉભી હતી, એ દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલ અન્ય એક ખાનગી બસના ચાલકે રોડ પર બ્રેડ ડાઉન પડેલ બસને પાછળથી ધડાકા ભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. જેના કારણે બન્ને બસના મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી અને બે બાળકો સહિત એક મહિકાનું મોત નીપજ્યું હતું.. આ ગંભીર બનાવની જાણ લોકોને થતા સ્થાનિકો સહિત ગોધરા પોલીસ ત્વરિત બનાવ સ્થળે આવી પોહચી હતી અને અકસ્માતમાં ગાયલ થયેલ લોકોનું રેસ્ક્યુ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here