પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સરકારી સસ્તા અનાજની દુકાન શાખા નં.૩ માં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ કરાતી હોવાની બૂમ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરની મધ્યમાં આવેલી સસ્તા અનાજની દુકાન શાખા નંબર – ૩ માંથી રાહત દરે આપવામાં આવતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ઉમરેલા હોવાનો ગ્રાહકોએ પકડી પાડ્યું. ગ્રાહકોએ પ્લાસ્ટિકના ચોખા ની ભેળસેળ થયેલી હોવાની ફરિયાદ કરતા શહેરા મામલતદાર મેહુલ ભરવાડ સાહેબ તથા પુરવઠા મામલતદાર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી સ્થળની મુલાકાત લીધી. પ્લાસ્ટિકના ચોખા ની ભેળ વાળો જથ્થાનું વિતરણ મામલતદાર સાહેબે બંધ કરાવી દીધો હતો તથા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્લાસ્ટિકના ચોખા ની ભેળસેળ આખરે કોણ કરે છે અને શા માટે? શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે? આવું કરનાર નો આશય શું છે? જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.
સાથે – સાથે અન્ય ફરિયાદો જેવીકે અનાજનો જથ્થો ઓછો આપવો, તોલ પુરૂ ન કરવું તથા તોછડું વર્તન કરવું એવી ફરિયાદ પણ દુકાનદાર સામે ઊઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here