ખાણ અને ખનિજ વિભાગ ધોર નિદ્રામાં ફોરેસ્ટ વિભાગ પણ ધોર નિદ્રામાં મામલતદાર અમીરગઢને અંધારામાં રાખી રેતી માફિયા બન્યા બેફામ

અમીરગઢ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ અને બાલુન્દ્રા. ગામ વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે. આ.નદીમાં અત્યારે પાણીન હોવાને લીધે સુકાઈ ગયેલ છે. અને સફેદ રેતી પથરાયેલ જોવા મળે છે. જે.રેતી બાંધકામ કરવાના કામે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે તેમ જ આ . રેતી આજુબાજુના વિસ્તારમાં વખણાય છે. જેના લીધે બનાસ નદિનાપટમાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી ઉપાડવામાં રેતીમાફીયા બેફામ થયેલા છે.

હાલમાં કોરોના જેવી મહામારા ચાલુ હોવાથી મોટાભાગની કચેરીઓ બંધ હોવાનો ફાયદો રેતીમાફીયા ઉઠાવી ૨હ્યા છે. અને આધુનિક સાધનોથી સજજ થઇ સક્રિય થયેલા છે. આ રેતી. માફિયા કોઈ પણ પ્રકારની પરમી શન. મેળવતા નથી કોઈ રોયલ્ટી ચુકવતાનથી.

લાગતા વળગતા તમામ વિભાગોને અંધારામાં રાખી દરરોજ હજજારો ટન રેતી ઉપાડવામાં આવી રહેલ છે.

જો કોઈ સામાજીક કાર્યકર ક્યારેક આ રેતી ખનન કરનાર માફિયા પાસે પુછપરછ કરવા જતા ૨હે ત્યારે આ રેતી. માફિયા અસામાજીક તત્વો નો સહારો લઇ ધાકધમકીઓ પણ આપતા હોય છે.તો ક્યારેક જાન લેવા હુમલો પણ કરતા હોય છે.

ત્યારે આ વિસ્તારના સ્થાનિકોનુ કહેવાનુ થાય છે. કે.બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પોતાની ટીમ સાથે અચાનક દરોડા કરે અને આરેતી. માફીયાઓને ઝેર કરે તેવી લોક:. માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here