પંચમહાલ જિલ્લાના પાવાગઢ પો.સ્ટે.ના ધાડ લુંટના ગુનામાં છેલ્લા અગીયાર વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજયના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી…

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , પાવાગઢ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૬૦/૨૦૧૨ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૩૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી ખુમાનભાઇ કસનાભાઇ કીશોરી રહે.બાલવાસા તા.થાંદલા જી . ઝાબુઆ રાજય મધ્યપ્રદેશ નાનો હાલ ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સદરી આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપવમાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here