રાજકોટ : મોરબીમાં ગુટખા,બીડી અને તમાકુ ન મળતા માનસિક બીમારીથી કંટાળી કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ…

રાજકોટ,

પ્રતિનિધિ :- : વિનુ ખેરાળીયા

૩૬ વર્ષીય યુવાનને ગુટખા,ફાકી,બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આજે સમગ્ર વિશ્વમાં વાયુવેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસે માનવ જીવનને મુશ્કેલીમાં મૂકી દીધો છે, આજદિન સુધી કોરોનાના માનવભક્ષી પ્રકોપથી લાખો લોકો બીમાર થઇ ખાટલે ભેગા થયા છે જ્યારે એક લાખથી પણ વધુ લોકો ઠાઠડીએ સમેટાયા છે. તેમછતાં ભારત સહીત દુનિયાનો કોઈ પણ દેશ કોરોનાને નસ્તો નાબુદ કરવાનો એક પણ ઉપચાર શોધી શક્યો નથી જેથી આજે સમસ્ત વિશ્વ માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે જેને ધ્યાનમાં લઇ ભારત સરકારે હાલ લોકડાઉનના સમયને ત્રીજા ચરણનો સ્વરૂપ આપી વધારી દીધો છે. અને ગુજરાત સરકારે પણ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના દિનપ્રતિદિન વધાતા કેસોને લઈને આવશ્યક ચીજ-વસ્તુને બાદ કરી તમામ વસ્તુઓના વ્યાપાર પર રોક લગાવી દીધી છે, જેમાં ગુટખા,બીડી અને તમાકુ પર સદંતર અંકુશ મૂકી દીધો છે જેના કારણે તમાકુના વ્યાસને ટેવાયેલા લોકોના હાલ બેહાલ થઇ રહ્યા છે જ્યારે અમુક લોકો તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે આવોજ એક બનાવ મોરબી શહેરનો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

અમારા પ્રતિનિધિ થાકી મળતી માહિતી મુજબ હાલ ભારત સહીત ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન પણ ત્રીજા તબકામા ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ફાકી,ગુટખા,બીડી તેમજ તમાકુ જેવી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પાન, ફાકી, બીડી, અને તમાકુના બંધાણીઓની હાલત કફોડી બની છે. જેમાં મોરબીમાં પન્સા રોડ પર રહેતા ૩૬ વર્ષીય યુવાનને ફાકી,બીડી અને તમાકુ ન મળતા તેમજ માનસિક બીમારીથી કંટાળીને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here