સિદ્ધપુર શહેરમાં પ્રખર વિદ્વાન બ્રહ્ન રત્ન વેદ માર્તંડ હરેશકુમાર રમણલાલ આચાર્ય શાસ્ત્રીજીના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ

સિદ્ધપુર,(પાટણ)-આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસીક અને ધાર્મિક નગરી સિદ્ધપુરના પ્રખર વિદ્વાન કર્મકાંડી,જ્યોતિષ વિદ્યા, વેદ પુરાણ ઉપનિષદન ના જ્ઞાતા યજ્ઞ યાગાદિક તેમજ દેવ કર્મ કરનારા વિદ્વાન બ્રાહ્મણ હરેશકુમાર રમણલાલ શાસ્ત્રીજી ની ઉંમર વર્ષ ૭૩ વર્ષ રહે કૃષ્ણનગર સોસાયટી બિંદુ સરોવર સિદ્ધપુરનું સોમવારે નિધન થયું હતું હરેશભાઈ શાસ્ત્રીજી ગુજરાતના શ્રેષ્ઠ વેદ અને પુરાણો તેમજ સંસ્કૃતના વિદ્વાનો પૈકીના એક હતા. હરેશભાઈ શાસ્ત્રીજીની વિદ્વતા ભારતના અન્ય પ્રદેશોના વિદ્વાનો પણ માનતા અને તેમનું સન્માન કરતા હતા સિધ્ધપુર ને ગૌરવવંતુ કરનાર વિદ્વાન તારો ખરી જતા સ્વર્ગસ્થ હરેશભાઈ શાસ્ત્રીની બ્રહ્મ સમાજ સહિત તમામ સમાજને મોટી ખોટ પડશે તેઓએ હાલના સમયને અનુલક્ષીને નવયુવાનોને પ્રશિક્ષણ આપી વિદ્વાન નવ યુવાનોની ટીમ તૈયાર કરી છે તેઓ ના આશીર્વાદથી પરંપરા સાચવવા છે સ્વર્ગસ્થ હરેશભાઈ શાસ્ત્રી વિદ્વાન જયંતભાઈ શાસ્ત્રીજી ના પિતાજી થાય પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here