જિલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષતામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ૩૧ મે-૨૦૨૨ ના રોજ કેન્દ્રીય યોજનાના લાભ મેળવતા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજશે જે અંતર્ગત બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તારીખ ૩૧ મે ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી શિમલા હિમાચલ પ્રદેશ ખાતેથી દેશભરમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સરકારી લાભો મેળવતા લાભાર્થીઓ માટે વર્ચ્યુઅલ સંવાદ યોજવાના છે જેના અનુસંધાને આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સેવા સદન ખાતે કલેકટર શ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ તથા ડીઆરડીએ ડાયરેકટર શ્રી તબીયારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીની પૂર્વ તૈયારીઓ કરી લેવા સજ્જ બન્યું છે. આ અંતર્ગત આજે પંચમહાલ જિલ્લાના વિવિધ લાભાર્થીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.. તો આ પ્રસંગે સરકાર શ્રીની ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવેલ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી તંત્ર સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આગોતરા આયોજનના ભાગ રુપે તમામ અધીકારીગણોને રચનાત્મક સુચનો કરી અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યુ હતુ.

અહી નોધનિય છે કે સરકાર શ્રી દ્વારા દેશભરમાં વિવિધ સરકારી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજવલા યોજના,આયુષ્યમાન યોજના , પી.એમ કિસાન સન્માન નિધિ યોજના , મિશન મંગલમ યોજના , જળ જીવન મિશન અંતર્ગત્ નલ સે જલ યોજના વગેરે દ્વારા દેશભરમાં મુહિમ ચલાવવામાં આવી રહી છે અને જેનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્ર્મમા ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here