ડભોઇ ના સાઠોડ પ્રાથમિક શાળા ખાતે: “આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કલા મહોત્સવ યોજાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, વડોદરા માર્ગદર્શિત બીઆરસી ભવન, ડભોઇ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ડભોઇ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ 2021 તા.22/10/21ને શુક્રવારના રોજ સાઠોદ પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.
જેમાં સરપંચશ્રી સુધીરભાઈ , માન. તૌસિફખાન પઠાણ અને શૈલેષભાઈ ચૌધરી – તાલુકા બીટ નિરીક્ષકશ્રી, માન મંત્રીશ્રી, ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, માન. મહામંત્રીશ્રી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, પંચાયત ના સદસ્યશ્રી , તાલુકા સંઘ અને મંડળી ના હોદ્દેદારશ્રીઓ નિર્ણાયકશ્રીઓ, સી.આર.સી.કો.ઓશ્રીઓ, બ્લોક સ્ટાફ, ગુપાંચાર્યશ્રીઓ જુદી જુદી શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ બાળ સ્પર્ધકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. સાથે સાથે કલા મહોત્સવમાં ચાર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ શિલ્ડ, પ્રમાણપત્ર, રોકડ ઇનામ, કંપાસ તેમજ સ્ટેશનરી કીટ આપવામાં આવી. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે અમરેશ્વર પ્રાથમિક શાળા, કાવ્ય સ્પર્ધામાં શિરોલા પ્રાથમિક શાળા, નિબંધ સ્પર્ધામાં બી.એન.હાઇસ્કુલ ચાંદોદ અને વકૃત્વ સ્પર્ધામાં ગામડી પ્રાથમિક શાળા વિજેતા જાહેર કરવામાં આવી આ કાર્યક્રમમાં ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મંડળી તરફથી કંપાસ સેટ અને સરપંચ તેમજ તાલુકા સદસ્ય તરફથી ચારેય સ્પર્ધામાં પ્રથમ વિજેતા થેયલ બાળકોને 500 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. વિષયને અનુરૂપ તમામ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણાત્મક શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું. બીઆરસી પરિવારના સમગ્ર સીઆરસી કૉ.ઑ.શ્રી તેમજ બ્લોક સ્ટાફ દ્વારા ખૂબ સુંદર સહકાર અને વ્યવસ્થા થકી કાર્યક્રમ સફળ રહ્યો.
સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શ્રી દિનેશભાઇ બારીયા સી.આર.સી.કો.ઓ તથા રજીયાબેન ગૃપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ શ્રી સંજયભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી.
આમ, ઉપરોક્ત કલા ઉત્સવની ભવ્ય ઉજવણીમાં ભાગીદાર થનાર અને કાર્યક્રમને સફળ બનાવનાર સર્વેનો બીઆરસી પરિવાર, ડભોઇ થકી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here