પંચમહાલમાં ઔદ્યોગિક વિસ્તારમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા,તા.૭ મે ના રોજ અચૂક મતદાન કરવા કરાયો અનુરોધ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લામાં ૧૦૦ કરતા વધુ કામદારો ધરાવતી ૫૭થી વધુ કંપનીઓમાં વોટર અવેરનેસ ફોરમની કામગીરી કરાઈ

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક સંસ્થામાં કામ કરતા કામદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયા હતા.

પંચમહાલ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા અને માઈગ્રેટરી નોડલ અધિકારીશ્રી એમ.જે.સોની દ્વારા જિલ્લાના વિવિધ ઔધોગિક યુનિટ ખાતે કામદારોને એકઠા કરીને અચૂક મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક બુથ પર મહિલા અને પુરુષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર વધુમાં વધુ વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં એમ.જી.મોટર હાલોલ,સફારી મેન્યુફેક્ચરિંગ લિમિટેડ યુનિટ હાલોલ,કુસા કેમિકલ પોપટપુરા, પોલિકેબ ઇન્ડિયા હાલોલ,સેટકો કાલોલ સહિત જિલ્લાની ૧૦૦ કરતા વધુ કામદારો ધરાવતી ૫૭ થી વધુ કંપનીઓમાં વોટર અવેરનેસ ફોરમની કામગીરી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here