છેલ્લા ૧૬ (સોળ) વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર
નાઓએ નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી ઝડપી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય કે.એચ સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એમ.એન.ચૌહાણ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રીત કરવામાં આવેલ હતી જે માહિતીનું એનાલિસીસ કરી આરોપીઓને ઝડપી પાડવા સારૂ પોલીસ માણસોને આરોપીઓ બાબતે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ કરી પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આ દરમ્યાન આજરોજ ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓને નસવાડી
પોલીસ સ્ટેશન II ગુ.૨.નં.૪૧/૨૦૦૭ મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦ ૩૩ તથા ઈ.પી.કો કલમ ૪૨૦ મુજબના ગુનામાં છેલ્લા સોળ ૧૬) વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઉલ્લાસભાઈ ચિત્તરંજભાઈ મોંડલ રહે.તીનઆમતાલા પોસ્ટ.મંસલંદપુર તા.બારાશાત જી.નોર્થ-૨૪ પોર્ગોનાસ (P.G.S) (પશ્ચિમબંગાળ) હાલ આ ગુનાના કામે અગાઉ પકડાયેલ આરોપી દુલાલચંદ્ર સુર્યર્કીત વિશ્વાસ રહે.ગઢબોરીયાદ તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓના ઘરે આવેલ હોવાની ચોકકસ બાતમી હકીકત મળેલ હોય જે આધારે બાતમીવાળા સરનામેથી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. જેથી મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે પોતે રૂરલ મેડીકલ પ્રેકટીશન (R.M.P) નો ડિપ્લોમાં કોર્સ કરેલ હોય અને પોતાના વતનમાં આ ફીલ્ડમાં હરીફાઈ ખુબ હોય પોતાના વતનના તેના મિત્રો ગુજરાતમાં છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી ખાતે રહેતા હોય જેથી તેમનો સંપર્ક કરી સને-૨૦૦૬ ની સાલમાં પોતાના વતનમાંથી છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી ખાતે આવેલ અને બે મહિના સુધી વિસ્તારમાં ફરેલ અને માણસોની રહેણીકેણી અને ભાષાનું જ્ઞાન મેળવેલ ત્યારબાદ ગઢોરીયાદ ગામે ભાડાની રૂમ રાખી કલિનીક ચાલુ કરેલ અને એકાદ વર્ષ સુધી કલિનીક ચલાવેલ અને એક દિવસ કલિનીક ઉપર આરોગ્ય વિભાગના અધિકારીએ અચાનક વિઝીટ કરતા પોતે કોઈપણ ડીગ્રી પ્રેકટીસ અને રજીસ્ટ્રેશન વગર કલિનીક ચલાવતો હતો એટલે આરોગ્ય વિભાગના અધિકારીએ નસવાડી તાલુકામાં આમરોલી અને ગઢબોરીયાદ ગામે કોઈપણ ડીગ્રી કે પ્રેકટીસ અને રજીસ્ટ્રેશન વગર મેડીકલ પ્રેકટીસ કરતા ડોકટરોના વિરૂધ્ધમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોતાને વોન્ટેડ દર્શાવેલ હોય જેથી પોલીસ તેને શોધતી હોવાથી પોતાના વતન પશ્ચિમ બંગાળ ખાતે ભાગી ગયેલ અને ત્યાં પોતાના વતનમાં ઘરે સિલાઈ મશીન પર કામ કરેલ પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય જેથી કોરોના વાયરસની બિમારીના સમયગાળા પછી પોતે ફરી મધ્યપ્રદેશ રાજયના કઠીવાડા ગામે પ્રેકટીસ ચાલુ કરેલ અને દુલાલચંદ્ર સુર્યકાંત વિશ્વાસ પોતાના વતનના અને મિત્ર હોય જેથી તેમના ઘરે મહેમાન આવેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
* આરોપીનું નામ સરનામું
ઉલ્લાસભાઈ ચિત્તરંજભાઈ મોંડલ રહે તીનઆમતાલા પોસ્ટ,મંસલંદપુર તા.બારાશાત જી.નોર્થ-૨૪ પોર્ગોનાસ (P.G.S) (પશ્ચિમ બંગાળ) * આરોપી નીચે મુજબના ગુનામાં નાસ્તો કરતો હતો * નસવાડી પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૪૧/૨૦૦૭ મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦,૩૩ તથા ઈ.પી.કો કલમ ૪૨૦ મુજબ સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી / કર્મચારી
(૧) ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ (૨) અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ સ્ટેશન
(૩) અ.હે.કો શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭ (૪) અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮
(૫) અ.પો.કો શાહરૂખખાન અયુબખાન બ.નં.૧૬૫
(૬) આ.પો.કો ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં.૨૨૩ તમામ નોકરી નસવાડી પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here