નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપળા મા ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને વુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન કિ્ટ્સનું કરાયું વિતરણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા અસહાય પરિવારોના સદસ્યોને આજે રાજપીપલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટે વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખશ્રી તેજશભાઇ ગાંધી, શ્રી કૌશલભાઇ કાપડીયા, શ્રી ઉરેશભાઇ પરીખ અને શ્રી ગુંજનભાઇ મલાવિયા દ્વારા વુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન કિ્ટ્સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here