સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં નિર્માણિત ગોરા ખાતેના નર્મદા ધાટને જગતગુરુ શંકરાચાર્ય નામ આપવા વિ.એચ.પી. ની માંગ..

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

ત્યાગી ધાટ તરીકે અગાઉ ઓળખાતા ધાટ ને ભારતી ધાટ નામ આપવાના ચક્રો ગતિમાન થતાં સંતોનુ નર્મદા ઓથોરિટી ને જગતગુરુ શંકરાચાર્ય નામાધિકરણ કરવા આવેદન

નર્મદા નદી કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાનિધ્યમાં ગોરા ગામ પાસે કરોડો રૂપિયા ના ખર્ચે નિર્માણાધિન નવીન નર્મદા ધાટ ઉદ્ધાટન થાય લોકો માટે શ્રધ્ધા પૂર્વક ખુલ્લું મુકવામાં આવે એ પહેલાં જ તેના નામાધિકરણ માટે હાલ ચર્ચાસ્પદ બનેલ છે.

નર્મદા નદી કિનારે ગોરા ગામ પાસે અગાઉ ત્યાગી ધાટ તરીકે ઓળખવામાં આવતા ધાટ ને નવીન રૂપ આપી ભારે આકર્ષિત રીતે કરોડો રૂપિયાના ખર્ચે નવો ધાટ બનાવવામાં આવેલ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે આ નવીન નર્મદા ધાટ નું લોકાર્પણ કરવામાં આવે એવી શક્યતા ઓ વર્તાઇ રહી છે ત્યારે આ ધાટ ધાર્મિક આસ્થા નું કેન્દ્ર હોય અને વિશ્ર્વ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નિર્માણાધિન થયેલ હોય ને તેનું વિશેષ મહત્ત્વ હોય તેમજ હરિદ્વાર પ્રયાગ ખાતે ગંગા નદી ના ધાટ થતી આરતી વિશ્વપ્રસિદ્ધ છે એવીજ આરતી નર્મદા નદી કિનારે ગોરા ગામ પાસે ના આ નવીન નર્મદા ધાટ ઉપર થવાની હોય,જે માટે ની તાલીમ પણ હરિદ્વાર ખાતે ગંગા ધાટ ઉપર જઇ પંડિતો લઈ આવેલા હોય ને નિયમીત પ્રેક્ટિસ પણ થતી હોય ને હાલ ઘાટ ને નામ આપવા માટે નો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

નર્મદા નદી કિનારે ના આ નવીન ઘાટ ને જે અગાઉ ત્યાગી ઘાટ તરીકે ઓળખાતું ભારતી મહારાજ ના નામે ભારતી ઘાટ નામ આપવાની ચર્ચાઓ વહેતી થઈ હતી,ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ નવીન ઘાટ ને જગદગુરુ શંકરાચાર્ય નામ આપવાની માંગ કરવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આદી જગતગુરુ શંકરાચાર્ય એ પોતાની 8 વર્ષ ની ઉંમરે આજથી 2500 વર્ષ પહેલાં તપસ્યા પૂંજા અર્ચના કરી હોય ને તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવા ઘાટ નું નામ તેઓના નામ ઉપર થી રાખવાની પણ માંગ પ્રબળ બની છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજીતસિંહ રાઠોડ , સ્વામી ધર્માંનંદ મહારાજ, સ્વામી સદાનંદ મહારાજ સહિત ની.એચ.પી.ના આગેવાનો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સત્તાધિશો ને આવેદનપત્ર આપી નર્મદા નદી કિનારે ગોરા ગામ પાસે કરોડો રૂપિયા ના ખર્ચે નિર્માણાધિન થયેલ ધાટ ને જગતગુરુ શંકરાચાર્ય નામ આપવા ની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here