નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શહેરા તાલુકામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ધો.9 થી 12 ના 123 વિદ્યાર્થીઓને 1476000 ની સહાય

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શહેરા તાલુકામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે તે હેતુથી ધોરણ – 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S.) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ – 7 માં અભ્યાસ કરતા જનરલ અને ઓ.બી.સી.કેટેગરીના 55 % અને એસ.ટી.અને એસ.સી.50 % કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ અને જેમના માતા પિતાની વાર્ષિક આવક રૂપિયા 150000 થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષે આ શિષ્યવૃતિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટેની પરીક્ષા યોજવામાં આવી છે. પરીક્ષા બાદ જિલ્લાવાર નિયત ક્વૉટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા 1000 લેખે વાર્ષિક 12000 મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. પંચમહાલ જિલ્લામાં વર્ષ મુજબ 154 નો ક્વૉટા ફાળવેલ છે. જેમાં પરીક્ષા પાસ થયેલા વર્ષ 2017 – 51, 2018 – 61 અને 2019 – 40 વિદ્યાર્થીઓ છે. જેમાંથી ઈન મેરીટ ધો.9 માં 40, ધો.10 માં 45, ધો.11 માં 27 અને ધો.12 માં 11 વિદ્યાર્થીઓને MHRD દ્વારા રૂપિયા 12000 વાર્ષિક અને ધો.9 થી 12 સુધી પાત્રતા ધરાવે તો રૂપિયા 48000 ચાર વર્ષના નેશનલ સ્કોલરશીપ પોર્ટલ મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. આ શિષ્યવૃતિના ફોર્મ શિક્ષણ પરિવાર શહેરાના સહકારથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુથી ભરવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા વિનોદ પટેલ, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરા અંતર્ગત કામગીરી કરતા સી.આર.સી.કો.ઓર્ડીનેટરો દ્વારા આ બાળકોનું ધોરણ 9 થી 12 મુજબ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીવાર સાથે સંકલન કરી તેમનું રીન્યુઅલની કામગીરી કરવામાં આવે છે. શહેરા તાલુકાના ચાલું વર્ષે રૂપિયા 14,76,000 જેટલી રકમ વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે. સદર કામગીરી માટે મહેન્દ્રસિંહ ખાંટનું વિશેષ યોગદાન રહે છે. ચાલું વર્ષે વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી પરીક્ષામાં પાસ કરીને ઈન મેરીટ આવે તે માટે બી.આર.સી.શહેરા દ્વારા ક્લસ્ટર કક્ષાએ માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here