નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ તરીકે સહકારી આગેવાન અને નર્મદા સુગર ભરુચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની વરણી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઘનશ્યામ પટેલની વરણીને કાર્યકરોએ ઉત્સાહ સાથે વધાવી રાજપીપળા ખાતે સ્વાગત કરાયું

નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ કોણ ? ના ગુંચવાયેલા કોયડાનો અંત

નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખની નિયુકિતનો કોયડો ભાજપા મોવડી મંડળ માટે માથાના દુખાવારુપ બન્યો હતો, ભાજપ પ્રમુખ પદે માટે જીલ્લા ભાજપાના અનેક આગેવાનો વચ્ચે પ્રમુખ બનવાની હોડ જામી હતી જેમાં આજરોજ પ્રદેશ ભાજપા દ્વારા નર્મદા જીલ્લા પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલના નામની જાહેરાત કરવામાં આવતાં નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ કોણ ? ની અટકળોનો અંત આવ્યો હતો.

નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ પદ મેળવવા માટે ઘનશ્યામ દેસાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહીલ, અશોક પટેલ, ભારતીબેન તડવી, પ્રકાશ વ્યાસ, વલ્લભ જોષી સહિતના ભાજપા કાર્યકરો વચ્ચે હોડ જામી હતી. પોત પોતાના આકાઓને રીઝવવા અને જીલ્લા પ્રમુખ પદે મેળવવા માટે લોબિંગ પણ કરાયું હોવાનું ભાજપાના અંતરંગ વર્તુળોમા ચર્ચાસ્પદ બન્યુ હતુ. ત્યારે પાર્ટીમા કોન્ટ્રાકટરોને પ્રમુખ ન બનાવવાની રજુઆતો પણ થઇ હતી, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મોવડીમંડળ દ્વારા આજરોજ નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ પદે ઘનશ્યામ પટેલના નામની જાહેરાત કરવામાં આવતાં નર્મદા જીલ્લામા તેઓના ટેકેદારોમા ભારે આનંદ અને ઉલ્લાસ છવાયો હતો.

રાજપીપળા સફેદ ટાવર પાસે ઘનશ્યામ પટેલ નો ભવ્ય સ્વાગત કરાયુ હતું, તેમનાં ટેકેદારોએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડ્યા હતા અને તેઓની વરણીને વધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ પટેલે નર્મદા સહિત ભરુચ જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે ખુબજ નામનાં મેળવેલ છે, ભરુચ દુધધારા ડેરીના સંચાલક મંડળના ચેરમેન સહિત નર્મદા સુગર ફેક્ટરીના સંચાલક મંડળના ચેરમેન, એ.પી.એમ સી. નાંદોદના. ચેરમેન સહિત અનેક સહકારી સંસ્થાઓમા પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે.
ભાજપ પ્રમુખ પદે નિયુક્તિથી નર્મદા જીલ્લામા સંગઠનને એક નવો જોશ અને ઉત્સાહ મળસે અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તેમની લોકપ્રિયતાથી જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમા સત્તા પ્રાપ્તિનો રસ્તો વધુ સુધળ બનસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here