નર્મદા જીલ્લાના ધાંટોલી ગામના વળાંક ઉપર પુરપાટ ઝડપે દોડતી ટ્રકના તોતિંગ પૈડાં મોટરસાઈકલ સવાર મહિલા ઉપર ફરી વળ્યા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વડોદરાના કલાલી ખાતે રહેતી મુળ ઝારખંડની મહિલાનુ અકસ્માત સ્થળે જ કમકમાટી ભર્યુ મોત

મોટરસાઈકલ રાઇડીંગનો શોખ ધરાવતા ચાર મિત્રો બુલેટ મોટરસાઈકલો લઇને એડવેન્ચર માટે નીકળેલ મહિલાને મોત ભરખી ગયુ અન્ય મિત્રોમા ગમગીની

મોટરસાઈકલ રાઇડીંગ સાથે જંગલ વિસ્તારમાં ફરવાનો અને આનંદ ઉલ્લાસ સાથે જીવન જીવવાનો શોખ ધરાવતા વડોદરાના ચાર મિત્રો બુલેટ મોટરસાઈકલ ઉપર સવાર થઇને રાજપીપળાના જંગલ વિસ્તારમાં ફરવા અને મોટરસાઈકલ રાઇડીંગ માટે નીકળ્યા હતા જેમા એક મોટરસાઈકલ ચાલક મહિલાનુ ટ્રક સાથે અકસ્માત થતાં તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, નર્મદા જિલ્લાના રાજપીપળાથી દેડિયાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવતા વળાંક વાળા ધાંટોલીના જંગલ વિસ્તારમાં પાંજરી ઘાટ વાળા વળાંકે વડોદરાના કલાલી ખાતે રહેતી મુળ ઝારખંડની મહિલા પોતાની મોટરસાઈકલ ઉપરથી રોડ ઉપર પટકાતા મહિલાના માથા ઉપર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતાં મહિલાનુ અકસ્માત સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર અંકિતાબેન નરનારાયણ ગર્ગ રહે. ઓ. એન.જી.સી. પાસે વડોદરા મુળ રહે. ઝારખંડની વડોદરા ખાતે નોકરી કરતી જે મોટરસાઈકલ રાઇડીંગ તેમજ જંગલ વિસ્તારમાં ફરવાનો અને આનંદ ઉલ્લાસ સાથે જીવવાનો શોખ ધરાવતી હોય ને પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે બુલેટ મોટરસાઈકલ લઇને કુલ ચાર મોટરસાઈકલો પર સવાર થઇને આજરોજ સવારના 8-30 કલાકની આસપાસ વડોદરા તરફથી નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના ધાટોલીના જંગલના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને પાંજરી ઘાટ વાળા વળાંક પાસેથી પસાર થતા સામેથી પુરપાટ ઝડપે ટ્રક નંબર MH 18 AA 7425 નો ચાલક અસ્લમ અજીજ શેખ રહે ઔરંગાબાદ તેની ટ્રક હંકારી લાવતા બુલેટ નંબર GJ 06 JN 4858 ઉપર સવાર મહિલા અંકિતા બેન ગર્ગ રોડ વચ્ચે જ અચાનક જ વળાંક વાળા રસ્તામા ટ્રક આવી જતા હેબતાઈ ગઇ હતી, જેથી તેણીએ અચાનક જ બુલેટ મોટરસાઈકલ ને બ્રેક મારતા મોટરસાઈકલ રોડ ઉપર સ્લિપ થતા મહિલા રોડ ઉપર પટકાતા ટ્રકના પાછળના તોતિંગ પૈડાં નીચે આવી જતાં ટ્રકના પૈડાં તેના માથાં ઉપર ફરી વળ્યા હતા અને જેથી તેણીનુ અકસ્માત સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આમ મોટરસાઈકલ ઉપર સવાર થઇને એડવેન્ચર માટે નીકળેલી મહિલા મોતને ભેટતા તેની સાથેના અન્ય ત્રણ મિત્રો પોતાની મિત્ર અકસ્માતનો ભોગ બનતા ભારે ગમગીન થયા હતા. દેડિયાપાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here